મહેસાણાઃ રાજ્યમાં આજકાલ અકસ્માતની સંખ્યામા ખુબ વધારો થયો છે. આજનો બુધવાર ગોઝારો સાબિત થયો છે. કારણ કે મહેસાણાના ખેરાલુ તાલુકામાં રિક્ષા અને ઈકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. ઘટનાસ્થળ પર પોલીસની ટીમ પણ પહોંચી છે.
ADVERTISEMENT
મહેસાણાના ખેરાલુમાં ગોરીસણા ગામ પાસે એક રિક્ષા અને ઈકો કાર વચ્ચે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોનું મૃત્યુ થયું છે. આપને જણાવી દઈએ આ અકસ્માતની ઘટનામાં એક વ્યક્તિનું સ્થળ પર જ મૃત્યુ થયું છે જ્યારે અન્ય બે લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પોલીસે આ અકસ્માતની ઘટનાને લઈને ગુનો નોંધ્યો છે. આ સાથે જ તાત્કાલિક ધોરણે તપાસ પણ શરુ કરી દેવામાં આવી છે.
ત્રણ લોકોના મોત
જાણવા મળતી વિગતો પ્રમાણે આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય મૃતકો ખેરાલુના બાળાપીરના ઠાકોરવાસના રહેવાસી છે. ખેરાલુ તાલુકાના ગોરીસણા નજીક રિક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતમાં કરુણ ઘટના એવી બની છે કે સ્થળ પર જ ભાવેશ ઠાકોરનું મોત નીપજ્યુ હતુ. જ્યારે હીરાબેન ઠાકોર અને રમેશજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
પરિવારમાં શોકની લાગણી
આ ત્રણ લોકોનાં મોત નીપજતા બધા પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. એકસાથે ત્રણ લોકોના નિધનના સમાચાર મળતા ન માત્ર પરિવાર પરંતુ સમગ્ર ઠાકોરવાસમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે આ અકસ્માત સમયે રિક્ષામાં બેઠેલા બીજા ઈજાગ્રસ્તોને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ઈકો કાર ચાલક અને રિક્ષા ચાલકની તબિયત અંગે હજુ સુધી કોઈ સમાચાર મળ્યા નથી. પરંતુ પોલીસની ટીમ હવે અકસ્માતનું કારણ જાણવા માટે અને અન્ય વિગતો અંગે ઝડપી તપાસ ચલાવી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT