Mehsana Fake Degree: ગુજરાતમાં ક્યારેક નકલી સરકારી અધિકારીઓ, તો ક્યારેક મંત્રીના નામે ફરતા નકલી PA પકડાય છે. હવે નકલી ડિગ્રી પર સરકારી નોકરી કરતા હેલ્થ વર્કર્સનું કૌભાંડ બહાર આવ્યું છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 10 વર્ષથી કાર્યકર 11 જેટલા હેલ્થ વર્કર્સ નકલી ડિગ્રીથી નોકરી કરતા હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો. હવે આ કર્મચારીઓને નોકરી પરથી છૂટા કરવામાં આવશે.
ADVERTISEMENT
10 વર્ષે બોગસ ડિગ્રીનું કૌભાંડ ખૂલ્યું
વિગતો મુજબ, મહેસાણાના ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી-કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા 11 હેલ્થ વર્કર્સની ડિગ્રી બોગસ હોવાનું સામે આવ્યું છે. ગાંધીનગર વિકાસ કમિશનર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 11 કર્મચારીઓની ડિગ્રી નકલી હતી. આ કર્મચારીઓએ તમિલનાડુ, મણિપુર, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશની યુનિવર્સિટીઓમાંથી નકલી ડિગ્રી મેળવી હોવાનું ખૂલ્યું છે.
2011-12માં લાગ્યા હતા નોકરી પર
આ બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તમામને નોટિસ આપવામાં આવી હતી અને 11 કર્મચારીઓને ટૂંક સમયમાં નોકરીમાંથી બરતરફ કરવામાં આવી શકે છે. વર્ષ 2011-12માં આ હેલ્થ વર્કરોની ભરતી કરવામાં આવી હતી. બાદમાં 8 મહિના પહેલા તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 8 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આ 11 હેલ્થ કર્મચારીઓની ડિગ્રી નકલી હોવાનું ખૂલ્યું હતું.
ADVERTISEMENT