ભાર્ગવી જોશી.જુનાગઢઃ માણાવદરમાં સરકારી દવાઓ, વેક્સિન, અને સીરપની બોટલો સહિતનો કચરામાં નાખી દીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે આટલો મોટો દવાનો જથ્થો ફેંકી દેવાનું કારણ શું ? તેઓ પ્રશ્ન ચર્ચા રહ્યો છે. ત્યારે આ ડેમની સાઈટમાં આટલી મોટી દવાઓ વેડફાતા સમગ્ર ઓપરેશનને ખુલ્લું પડાયું હતું. તેમાં સરકારી દવારો, વેક્સિન, સીરપની બોટલ્સ સહિતનો મોટો જથ્થો મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ દવાઓનો જથ્થો મળતા જ મોટા મેડિકલ સ્કેમની વાતોએ વેગ પકડ્યો છે. આરોગ્ય વિભાગે પણ આ ઘટનામાં તપાસ શરૂ કરી છે. તાલુકા આરોગ્ય વિભાગ સ્થળ પર પહોંચી દવાઓનો જથ્થો જપ્ત કરી રહ્યું છે અને હવે આ મામલામાં વધારે તપાસ કરશે.
ADVERTISEMENT
દવાઓ ઉપયોગમાં લીધા વગર નાખી દેવાઈ
વાત એવી છે કે માણાવદર- જુનાગઢ હાઈવે પર દગડ ડેમ અને ભાલેચડા ડેમ આવેલા છે ત્યારે આ ભાલેચડા ડેમની અંદર મોટા પ્રમાણમાં દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની દવાઓ મળી આવી ત્યારે આટલો મોટો દવાઓનો જથ્થો ઉપયોગમાં લીધા વગર કેમ નાખી દેવામાં આવ્યો છે. તે અંગે વિવિધ પ્રશ્નો આરોગ્ય તંત્રને પૂછવામાં આવી રહ્યા છે. કારણ કે આ જથ્થો એક્સપાઈરી ડેટનો પણ નથી અને દવાઓનો જથ્થો એક્સપાયર હોય તો પણ તેના નિકાલ માટેની એક યોગ્ય રીત છે, ધારા ધોરણો છે, નિયમો છે છતા તે પ્રમાણે નિકાલ થયો નથી.
IPL રસિયાઓની ચિંતા વધીઃ ગુજરાતમાં વરસાદની આગાહી
આરોગ્ય વિભાગે શું કહ્યું?
આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી શિલ્પા જાવિયા એ કહ્યું છે કે, તપાસ ચાલુ કરી છે સરકારી દવાઓ તો બાયોમેડિકલ વેસ્ટમાં જતી હોય છે. હવે તપાસ પછી જ ખબર પડશે કે દવાઓ કોણે અને શા માટે ફેંકી દીધી છે.
અગાઉ પણ દવાઓ સળગાવી દેવાનની બની હતી ઘટના
એક તરફ સરકાર લોકોના રૂપિયાને આરોગ્ય બાબતે ખૂબ જ મોટો ખર્ચ કરી રહી છે અને કોઈપણ દર્દી આરોગ્ય સેવાથી વંચિત ના રહે તે માટે આરોગ્ય સુવિધાઓ સારી રીતે મળી રહે તેવા પ્રયાસો ચોપડા પર કરી રહી છે ત્યારે હકીકત કાંઈક જુદી જ જોવા મળી રહી છે. માણાવદરમાં આવી હજારો રૂપિયાની દવાઓ કેમ નાખવામાં આવી છે. ત્યારે દર્દીઓના ઘરે પહોંચી હતી. દવાઓ કેમ ડેમના પાણીમાં પહોંચી ગઈ છે. તે ચર્ચાનો વિષય બન્યો છે. માણાવદર શહેરના થોડા વર્ષ પહેલાં જ દવાઓના જથ્થાને સળગાવી નાખવાની ઘટના બની હતી. ફરીથી આજે આવી ઘટના બનતા તંત્ર સામે સવાલો પણ થઈ રહ્યા છે. અને આ દવાઓ તો ઘણા સમયથી આ ડેમના પાણીના ખાડામાં નાખી દીધા હોવાનું પ્રાથમિક તારણમાં દેખાઈ રહ્યું છે. ત્યારે આ સરકારી દવાઓ, વેક્સિન, બાટલા અને સીરપની મોટી માત્રામાં દવા નાખવાનું કારણ શું? ત્યારે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે કોઈ કાર્યવાહી કરશે કે શું તે પણ જોવાનું રહ્યું.
બેચ નંબર મુજબ થવી જોઈએ તપાસ
બેચ નંબરના આધારે તપાસ થવી જોઈએ.આ દવાઓનો મોટી માત્રામાં જથ્થો હોય અને કોની દવા છે તે બેચ નંબરના આધારે ઉચ્ચ અધિકારીઓ કાયદેસરની તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે.
ADVERTISEMENT