અમદાવાદ: રાજ્યમાં આ વર્ષ ભરઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ઉનાળાની શરૂઆત જાણે ચોમાસથી થઈ હપોય તેવા માહોલનું નિર્માણ થયું છે. ત્યારે હાલ ચાર દિવસ આકરા તાપની આગાહી બાદ હવે મે મહિનામાં પણ ગુજરાતમાં વરસાદથી રાહત મળવાના એંધાણ નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં મે મહિનામાં પણ વંટોળ સાથે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
અંબાલાલ પટેલ મુજબ, 11 મે એટલે આજથી 18 મે દરમિયાન આંધી, વંટોળનું પ્રમાણ વધશે. એટલે કે ધૂળની ડમરીઓ ઉડશે. ત્યારે 22 થી 24 મેના રાજ્યના કોઈ ભાગ માવઠું થવાની શકયતા છે. આંધી વંટોળના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની સંભાવના વધુ છે. ત્યારે 28 મે બાદ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સક્રીય થવાનું અનુમાન છે. મે મહિનામાં પણ વાતાવરણ ફેરફાર થયા કરશે અને એક ધારી ગરમી રહેશે નહીં. તાપમાનમાં ઉત્તર ચડાવ જોવા મળશે.
આ પણ વાંચો: દ્વારકા મંદિરમાં રૂપિયા ઉડાવવાનો મામલોઃ કલેક્ટરે કર્યા તપાસના આદેશ- Video
ખેડૂતની મુશ્કેલી વધશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ચાલુ ઉનાળાની શરૂઆતથી કમોસમી વરસાદથી લોકો ચિંતામાં મુકાયા છે. જોકે ઉનાળાનો આકરો તાપ એટલો સહન કરવો પડ્યો ન હતો પરંતુ હવે મહત્તમ તાપમાન એકા એક વધી રહ્યું છે. લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. હવે ધીમે-ધીમે પ્રિ મોનસૂન એક્ટિવિટી શરૂ થશે મેના અંતમાં ફરી વાતાવરણ પલટો આવવાનું અનુમાન છે. આ વર્ષે ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું. ત્યારે હવે વંટોળથી વધુ નુકશાનની શક્યતા છે.
ADVERTISEMENT