Aravalli News: ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા, સરકારી યોજનાના ચણાના પેકેટમાં જીવાત

ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની ગંભીર ઘટના સામે આવી

ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા

Aravalli News

follow google news

Matrushakti Yojana Packets Viral Video: સરકારની બેદરકારીના તો અનેક કિસ્સોઓ સામે આવ્યા છે. એવામાં અરવલ્લીમાં મેઘરજની આગણવાડીમાંથી બેદરકારીની વધુ એક ઘટના સામે આવી છે. આંગણવાડીમાંથી આપતા માતૃશક્તિ યોજનાના પેકેટમાં જીવાતનો વીડિયો વાયરલ થયો છે.  

ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા

ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની ગંભીર ઘટના સામે આવી છે. એક મહિલા દ્વારા મહિલાએ જીવાતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. આ વીડિયોમાં જોય શકાય છે કે  માતૃશક્તિ યોજનામાં આપતા ચણાના પેકેટમાં જીવાત જોવા મળી હતી.  જેમાં ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા થઇ રહ્યાંનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  

ચણાના પેકેટમાં જીવાત જોવા મળી

સગર્ભા અને ધાત્રી માતાઓ માટે કોરોડોનું બજેટ ખાલી ચોપડે?

રાજ્ય સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ માટે કરોડોનું બજેટ ફાળવ્યું છે જે અનુસાર સગર્ભા અને ધાત્રી માતાઓના આરોગ્ય તેમજ પોષણને સુદૃઢ કરવા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરંતુ આ પ્રકારની બેદરકારી સામે આવ્યા બાદ ધાત્રી માતાઓના આરોગ્યનું સુદૃઢ બનાવવા પર પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. 

(ઇનપુટ: હિતેશ સુતરિયા, અરવલ્લી)

    follow whatsapp