હેતાલી શાહ/ખેડા: ખેડાના ગોબલેજ પાસે આવેલી પ્લાસ્ટિકની ફેકટરીમાં ભીષણ આગની ઘટના બની છે. ફોર્મોસા સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની ફેકટરીમાં ભીષણ આગની ઘટના બનતા અફરાતફરી મચી હતી. આગની જાણ થતાં જ નડિયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા અને અમદાવાદના 15 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. સદનસીબે આ ઘટનામા કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ફેકટરીનો તમામ માલસામાન બળીને ખાખ થઈ ગયો.
ADVERTISEMENT
સવારે 5 વાગ્યે ફેક્ટરીમાં લાગી આગ
મળતી માહીતી અનુસાર, ખેડાના ગોબલજ પાસે આવેલ ફોર્મોસા સિન્થેટિક પ્રાઈવેટ લીમીટેડ નામની ફેકટરીમા સવારે લગભગ 5 વાગે આગની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ફેકટરીમા પ્લાસ્ટિકના રોલ બનાવવામાં આવતા હતાં. આગ લાગવાની જાણ ફાયર વિભાગને કરાતા નડીયાદ, ખેડા, બારેજા, અસલાલી, ધોળકા અને અમદાવાદના 15 ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
15 જેટલી ફાયરની ટીમો પહોંચી
ફેકટરીમા લાગેલ આગ એટલી ભીષણ છે કે, આગનો ધુમાડો પાંચ કિલોમીટર દૂરથી જોઈ શકાય છે. હાલતો ફાયર બ્રિગેડ દ્વારા ગજરાજ, માન, વોટર બ્રાઉઝર, ઈમરજન્સી ફાયર ટેન્ડર સહીતની 15 જેટલી ટીમ ધ્વારા ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે ભીષણ આગને જોતા હજુ પણ આગ પર કાબુ મેળવવામાં ત્રણથી ચાર કલાકનો સમય લાગી શકે છે. સદનસીબે આ ભીષણ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. પરંતુ પ્લાસ્ટીકની ફેકટરીમાં તમામ મટીરીયલ બળી ખાખ થઈ ગયો છે. હાલ આગ લાગવાનું પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટ હોવાનુ જાણવા મળી રહ્યું છે.
ADVERTISEMENT