રાજકોટમાં સામૂહિક આપઘાતઃ પડધરી નજીક માતા-પિતા અને પુત્રએ રિક્ષામાં બેસી ગટગટાવી ઝેરી દવા, કારણ અકબંધ

Rajkot News: રાજકોટ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Rajkot News

કાળજુ કંપાવતી ઘટના

follow google news

Rajkot News: રાજકોટ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં પડધરીમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડીને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

એક પરિવારે સામૂહિક કર્યો

મળતી માહિતી અનુસાર, રાજકોટ પડધરી નજીક એક પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો છે. પતિ-પત્ની અને દીકરાએ ઓટોરિક્ષામાં બેસીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.  આ અંગેની જાણ થતાં સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. 

ઓટોરિક્ષામાંથી મળી આવ્યા મૃતદેહ

આ દરમિયાન પોલીસને ઓટોરિક્ષામાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તો મૃતકો પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી છે.  પોલીસે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ કબજે કરી છે. કાદર મુકાસમ, આશિફ મુકાસમ અને ફરિદા મુકાસમે આર્થિક તંગી અને બીમારીને કારણે આત્મહત્યા કરી હોવાની શંકા સેવાઈ રહી છે. 

પોલીસે તપાસ શરૂ કરી 

હાલ તો પોલીસે ત્રણેય મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે. જોકે, સામૂહિક આપઘાત પાછળનું અસલી કારણ અકબંધ માનવામાં આવે છે. 

ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ

    follow whatsapp