- વર્ગ-1,2ની ત્રણ જાહેરાતની ભરતી પ્રક્રિયા હજુ અધૂરી
- GPSCએ 2024 માટેનું ભરતી કેલેન્ડર જાહેર કર્યું
- આ કેલેન્ડરમાં વર્ષના વર્ગ-1,2ની 164 જગ્યાઓ
GPSC recruitment: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) 2024નું ભરતી કેલેન્ડર આજે જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે વિવિધ 82 કેડરમાં 1625 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જો વર્ગ-1,2ની ભરતીની વાત કરવામાં આવે તો આ વર્ષે 164 પદો પર ભરતી કરવામાં આવશે. કેલેન્ડર પ્રમાણે ડિસેમ્બર 2024માં આ જાહેરાત પ્રકાશિત થશે જેની પ્રિલિમ પરીક્ષા 2025ના એપ્રિલ મહિનામાં લેવાય શકે છે. પરંતુ સવાલએ છે કે અગાઉના વર્ષોમાં જાહેર કરવામાં આવેલ ભરતી પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી એવામાં વધુ એક પરીક્ષા માટે તારીખ આપવામાં આવી છે.
ADVERTISEMENT
વર્ગ-1,2ની ત્રણ જાહેરાતની ભરતી પ્રક્રિયા હજુ અધૂરી
વાત જાણે એવી છે કે આ પહેલા વર્ષ 2023-24 માટે માં વર્ગ-1,2ની 283 જગ્યા, 2022-23માં 100 જગ્યા અને વર્ષ 2021-22માં પણ 100 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. તો વાત એ છે કે છેલ્લા ત્રણ વર્ષની જાહેર થયેલી ભરતીની હજુ ફાઇનલ પ્રક્રિયા પૂર્ણ થઈ નથી એવામાં GPSC એ આ વર્ષ એટલે કે વર્ષ 2024-25 માટેની ભરતી જાહેર કરી દેવામાં આવી છે.
જો પરીક્ષાની માહિતી વિશે વાત કરવામાં આવે તો GPSC advt-30 2021-22માં મુખ્ય પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે ઇન્ટરવ્યૂ બાકી છે, GPSC Advt. No. 20/2022-23 જાહેરાતમાં પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ બાકી છે અને GPSC Advt. 47/2023-24 જેની હાલમાં જ 7 જાન્યુઆરીના રોજ પ્રિલિમ પરીક્ષા યોજાઈ હતી. હવે આ બધાને જોતાં ચોક્કસથી સવાલ ઊભો થાય છે કે છેલ્લી 3 જાહેરાતોની ફાઇનલ યાદી બની નથીને આ નવી ભરતીની જાહેરાત શું સમયસર લેવામાં આવશે કે કેમ?
લોકસભા ચૂંટણી વચ્ચે શું કેલેન્ડર મુજબ ભરતી યોજાશે ખરા?
આ બધાની વચ્ચે મુખ્ય વાત તો એ છે કે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણીની પણ જાહેરાત થશે. તો આ કારણે પણ આચારસંહિતાના નિયમોને આધિન આ પરીક્ષાઓની કાર્યવાહીમાં અસર થઈ શકે છે.
બીજી વાત એવી પણ છે કે GPSC adv. 30 2021-22 જાહેરાતની મુખ્ય પરીક્ષાને લઈ કેટલા ઉમેદવારોએ હાઇકોર્ટમાં વાંધા અરજી પણ કરી છે. જે PIL ના કારણે પણ આ જાહેરાત ક્રમાંકની ઇન્ટરવ્યૂ કાર્યવાહી કે ફાઈનલ પરિણામની યાદી જાહેર થવામાં સમય લાગી શકે છે.
જો GPSC વર્ગ-1,2ની ત્રણ જાહેરાતોની પ્રક્રિયા હજુ પૂર્ણ નથી થઈ અને આ ચોથી જાહેરાત બહાર પાડવામાં આવી છે તો શું આ વર્ષમાં આવનારી ચૂટંણીના કારણે અત્યારથી જ આ કેલેન્ડરની જાહેરાત કરી દેવમાં આવી છે? હવે આગળ GPSC ની ભરતી પ્રક્રિયા ઝડપથી યોજાઈ અને તમામ પ્રક્રિયા સમયસર યોજાઈ તેવી લાખો ઉમેદવારોની અપેક્ષા હશે.
ADVERTISEMENT