Gujarat Rain News: હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. રાજ્યના અમરેલી, મોરબી, સાબરકાંઠા તથા બોટાદ સહિતના જિલ્લાઓમાં વરસાદથી વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની હતી.
ADVERTISEMENT
અમરેલીમાં મીની વાવાઝોડું
અમરેલીના ખાંભા તથા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાંભા શહેરમાં મીની વાવાઝોડું ત્રાટક્યું હતું. ભારે પવન અને ધૂળની આંધી સાથે વરસાદથી ઉનાળુ પાકને ભારે નુકસાન થયું હતું. ખેતરમાં વરસાદથી બાજરી, તલ, ડુંગળી અને મગ સહિતના પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
મોરબીમાં ITIમાં નુકસાન
મોરબીના ટંકારામાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. પવન સાથે વરસાદના કારણે ITIમાં નુકસાન પહોંચ્યું હતું. ITI પર લગાવેલ સોલાર પેનલને ભારે નુકશાન થયું હતું અને આસપાસના વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા હતા. મોરબીમાં બે કલાકમાં જ દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
સાબરકાંઠામાં કમોસમી વરસાદ
સાબરકાંઠા જિલ્લામાં પણ ભર ઉનાળે વાતવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પોશિનાના ગ્રામીણ પંથકમાં ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. બીજી તરફ કમોસમી વરસાદના બદલે બાજરી, જુવાર જેવા પાકોમાં નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે.
બોટાદમાં ખેતરમાં ઊભા પાકને નુકસાન
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમદાડ ગામમાં પણ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ થતી ખેતીને ભારે નુકસાન થયું હતું. પંથકના ભીમદાડ, ટાટમ, ખાખુઈ, ગાળા, ગોરડકા, જનડા સહિતના ગામોમાં કમોસમી વરસાદથી ઉનાળુ પાક બરબાદ થઈ ગયો હતો. તો ભીમદાડ ગામે કેટલાક વિજપોલ પણ થયા ધરાશાયી. પાક નષ્ટ થઈ જતા સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવા ખેડૂતોની માંગ કરી રહ્યા છે.
ADVERTISEMENT