નરેન્દ્ર પેપરવાલા/નર્મદા : રાજપીપળા ખાતે ભાજપના ખેડૂત અને કિસાન મોર્ચા દ્વારા આયોજિત નમો ખેડૂત પંચાયત કાર્યક્રમમાં સંસદ મનસુખ વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા. પોતાના ભાષણમાં સાંસદ મનસુખ વસાવાએ ભાજપના આગેવાનો, બિલ્ડરો અને અધિકારીઓને ટાર્ગેટ કરીને તેમનો જાહેર મંચ પરથી ઝાટકણી કાઢી હતી. નેતાઓને જાહેર મંચ પરથી ખખડાવ્યા હતા.
ADVERTISEMENT
ખેડૂતોને મિટાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે
સાંસદ મનસુખ વસાવાએ ખેડૂતોની મદદ કરવા ભાજપના સિનિયર નેતાઓને ટકોર કરતા કહ્યું કે, હા..હા.હી.હી.. કરવાથી કાંઈ નહીં થાય. સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે ખેડૂતોની જમીનો વેચવા અધિકારીઓ સાથે આપણાં નેતા સાથગાંઠ કરી રહ્યા છે. ભાજપ પાર્ટીના આવા નેતાઓને ખુલ્લા પાડવા પડશે અને કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહી. બિલ્ડર લોબીના કાંધીયાઓની જેમ વર્તન કરી રહ્યા છે.
બિલ્ડરો આખાને આખા ગામ વેચવા માટે બેઠા છે
બિલ્ડર લોબી સામે પણ મનસુખ વસાવાએ ચીમકી આપતા કહ્યું કે, ચેતી જજો. આજે નર્મદાના આખે આખા ગામ વેચાઈ જતા મેં રોક્યા છે. બિલ્ડરો અહીંયા જમીનો ખરીદવા દોટ મૂકી છે. તલાટીઓ મામલતદારોથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓ બધા મળેલાં છે. જો કે સાંસદે ચીમકી આપતા કહ્યું કે, ખેડૂત મટી જાય એવો ધંધો ના કરતા. નહી તો ખેર નથી. કેજરીવાલની મફત યોજના સામે પણ પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાતની જનતા પણ જાણે છે. તેઓને કોઈ વોટ નહીં આપે. કારણ કે બધું મફત આપી દેવાળું ફૂંકાતી પાર્ટીને સરકારને સત્તા ક્યારે ના સોંપાય તે જરૂરી છે.
ADVERTISEMENT