રાજકોટ: કોરોના મહામારી બાદ હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં અનેક વિવાદો ઊભા થયા છે. ત્યારે આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, ઇન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ આ અભ્યાસ કરી રહી છે.
ADVERTISEMENT
દુનિયભરમાં કોરોનાનો ખતરો ઓછો થવા લાગ્યો છે. બીજી તરફ કોરોના બાદ હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હાર્ટએટેકને લઈ વેકસીનેશન પર સવાલો ઉઠયા છે. બાબા રામદેવ પણ આ મામલે સવાલો ઉઠાવી ચૂક્યા છે. ત્યારે ત્રણ મહિનામાં 12 થી વધુ લોકોના મોત ફક્ત રાજકોટમાં થઈ ચૂક્યા છે. બીજી તરફ જામનગરમાં જ હદયના ડોક્ટરનું પણ હાર્ટએટેકથી મૃત્યુ સતત ચર્ચામાં છે. આ દરમિયાન કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
જાણો શું કહે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી
કોરોના બાદ આ હૃદય રોગના હુમલા વધ્યા છે. આ હુમલાનું કારણ શોધવા માટે ખાસ આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલિંગ મેડિકલ રિસર્ચ સમગ્ર મામલે અભ્યાસ કરી રહ્યું છે. તેઓ યુવાનોમાં વધતા હૃદય રોગના કારણો અંગે ખાસ અભ્યાસ કરી રહ્યા છે. યુવાનોમાં આવતા હૃદય રોગના હુમલા અંગેનું તેમનું રિસર્ચ પૂર્ણ થશે ત્યાર બાદ જ આ મામલે કંઈ કહી શકાશે.
જાણો શું કહ્યું હતું બાબા રામદેવે
યુથ કોંગ્રેસના નેશનલ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ બી.વીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર બાબા રામદેવનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેઓ કોરોના વેક્સિનેશન પર નિવેદન આપી રહ્યા છે અને તેને મોટું કૌભાંડ બતાવી રહ્યા છે. વીડિયો સાથે તેઓ લખે છે, મોદીજીના ખૂબ નિકટના બાબા રામદેવ. પ્રધાનમંત્રીજી શું આ સાચું છે?
વીડિયોમાં બાબા રામદેવે કહ્યું, “આ રસીકરણ એક મોટું કૌભાંડ છે. રસીકરણને કારણે લાખો, કરોડો લોકો મૃત્યુ પામ્યા છે. જેટલા લોકો કોરોનાથી નથી મર્યા તેનાથી વધારે લોકો કોરોનાની વેક્સિન બાદ હાર્ટ એટેકથી મર્યા છે. કોઈનું વરમાળા પહેરાવી અને નીચે પડીને મૃત્યુ પામ્યો. જ્યારે તે વ્યક્તિને કોઈ રોગ પણ ન હતો, હૃદયમાં કોઈ બ્લોકેજ નહોતું, ન તો બીજું કંઈ હતું. કોઈ સ્વિમિંગ પૂલમાં ગયો અને પછી પાછો જ ન આવ્યો, દોડતા દોડતા ખેલાડીઓ અને સૈનિકોના મોત થયા. રસીકરણ પછી ઘણા લોકોને ડાયાબિટિસ થઈ ગઈ. તો ઘણા લોકોએ તેમની આંખો ગુમાવી. વેક્સિનેશન બાદ લકવો થયો, સફેદ ડાઘ થયા, કિડની ફેલ્યોર હતી, કેન્સર હતું તેમને ફરીથી કેન્સર થયું. આ સાથે રામદેવ બાબાએ કહ્યું કે, જેમના લીવર અને કીડની સાજા કરી દીધા હતા તેમના પણ વેક્સિનેશન બાદ ફરીથી લીવર અને કીડની ખરાબ થઈ ગયા છે.”
ADVERTISEMENT