સુરત: આમતો ઉનાળો ખૂબ આકરો લાગે પરંતું ફળોનો રાજા કેરીનાં કારણે ઉનાળો ગમવા લાગે છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ કેરીનું આગમન થતું હોય છે. ત્યારે કેસી અને તેનો રસ સૌકોઈને લોકપ્રિય હોય છે વર્ષ દરમિયાન દાઢમાં આ સ્વાદ રહી જતો હોય છે. સુરત APMC આ કેરીના પલ્સનું પેકિંગ કરી દેશ વિદેશમાં એક્સપોર્ટ કરે છે.
ADVERTISEMENT
સુરતની APMC દ્વારા બજારમાં આવતી કેરીઓના પલ્સને એકત્ર કરી તેનું પેકિંગ કરવામાં આવે છે. આ પેકિંગ કરેલા ડબ્બા દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે. આ ભારતની પહેલી APMC છે કે જે કરોડોની કમાણી કરવા સાથે 17 જેટલા પ્રોડક્ટ બનાવે છે. આ સાથે સુરતની APMC ભારતનું એકમાત્ર માર્કેટ છે કે જે શાકભાજી અને ફ્રૂટનું પેકિંગ કરીને દેશ-વિદેશમાં મોકલવામાં આવે છે.
કેરી ઉપરાંત અનેક વસ્તુ થાય છે એક્સપોર્ટ
દક્ષિણ ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ દેશ-વિદેશમાં છે. ત્યારે સુરત APMC માર્કેટ દ્વારા આ કેરીઓમાંથી પલ્સ કાઢી તેનું પ્રોસેસિંગ કરી ડબ્બામાં પેક કરવામાં આવે છે. તેનું પેકિંગ તૈયાર કરી અને તેને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેને કેનેડા, અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયામાં મોકલવામાં આવે છે.ઉનાળા પહેલા સુરત APMC માં જામફળના પલ્સ, સરગવાની સિંગ, સુરતી ઊંધિયું, પાતરા સહિતની વસ્તુ એક્સપોર્ટ કરવામાં આવે છે.
ADVERTISEMENT