હાલોલ: હાલોલમાં યુવકે ઉધાર પૈસા વસૂલવા માટે મિત્રની પત્ની પર દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. વારંવાર દુષ્કર્મ ગુજારવાની ઘટનામાં મિત્રની પત્ની પ્રેગ્નેટ થઈ જતા પતિએ બે બાળકો સાથે તેને ઘરમાંથી કાઢી મૂકી. ત્યારે ગર્ભમાં 5 માસનું બાળક અને 2 સંતાનો સાથે નિરાધાર થયેલી મહિલાએ હવે ન્યાય માટે પોલીસમાં લેખિત ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
વિગતો મુજબ, હાલોલમાં એક દિવ્યાંગ યુવક 2006માં નવીનગરીમાં રહેવા આવ્યો હતો. જ્યાં તેની સમરથ પોરવાલ સાથે મિત્રતા થઈ. દરમિયાન યુવકે તેની પાસેથી ટુકડે ટુકડે કરીને રૂ.15 હજાર લીધા હતા. જે બાદ મિત્રએ પઠાણી ઉઘરાણી કરવાનું શરૂ કર્યું અને મહિલા તથા તેના પતિને ત્રાસ આપતો હતો. આરોપીએ મહિલાને ધમકી આપી કે ‘પૈસા ન હોય અને તારા પતિની જિંદગી વ્હાલી હોય તો મારી સાથે સંબંધ રાખ. તારા પતિ અને પૈસા બંનેને છોડી દઈશ.’
જેથી ધમકીથી ડરી ગયેલી પીડિતા તેના તાબે થઈ ગઈ. બાદમાં આરોપી સમરથે મિત્રની પત્નીને હોટલમાં લઈ જઈને તથા પતિ ઘરે ન હોય ત્યાંરે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન મહિલા ગર્ભવતી થઈ ગઈ. જે બાદ પતિને સમગ્ર બાબતની જાણ થઈ જતા તેણે સમરથ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે આરોપીએ કહ્યું, હું તારી પત્નીને છોડી શકું તેમ નથી.
એકબાજુ આરોપી સમરથનો ત્રાસ બીજી તરફ પતિએ પણ પત્નીને તરછોડી દીધી. સમરથે પણ તેને સ્વીકારવાની ના પાડી રહ્યો છે. ત્યારે હવે પીડિતા ન્યાય માટે પોલીસ સમક્ષ પહોંચી છે અને ન્યાય નહીં મળે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
ADVERTISEMENT