બનાસકાંઠા: રાજ્યમાં એકબાજુ કડક દારૂબંધીના દાવા વચ્ચે કાયદાના લીરેલીરા ઉડાવતી ઘટના સામે આવી રહી છે. એકબાજુ ઘણીવાર જાહેરમાં દારૂના વેચાણના બનાવો સામે આવતા હોય છે ત્યારે બનાસકાંઠામાં એક સોસાયટીમાં ઘરમાંથી દારુનું વેચાણ થતા પાડોશી એટલો હેરાન થઈ ગયો કે તેણે ઘરની બહાર બોર્ડ મારવું પડ્યું ‘દારૂ બાજુમાં મળે છે અહીં દારૂ મળતો નથી.’ ત્યારે સોશિયલ મીડિયામાં આ પોસ્ટર હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
ADVERTISEMENT
પાડોશીથી કંટાળી ઘર બહાર બોર્ડ મારવું પડ્યું
બનાસકાંઠાના પાલનપુરમાં દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતા યુવકે પાડોશમાં વેચાતા દારૂથી કંટાળીને ઘરની બહાર જ બોર્ડ મારવું પડ્યું. આ બોર્ડમાં લખ્યું હતું, ‘અહીં દારૂ મળતો નથી, બાજુમાં મળે છે. અહીંયા કોઈએ આવવું નહીં.’ આ સાથે બોર્ડ નીચે બાજુના ઘરને બતાવતું તીર પણ દોરેલું છે. સોશિયલ મીડિયામાં બોર્ડની તસવીર વાઈરલ થતા પોલીસ દોડતી થઈ હતી. જે બાદ પોલીસે દારૂ વેચનારાને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
ADVERTISEMENT