અમદાવાદ: અમદાવાદમાં ચોમાસું શરૂ થયા પહેલાથી અનેક જગ્યાએ ઠેર-ઠેર ભુવાઓ પડવાનું શરૂ થઈ ગયું હતું. આવો જ કિસ્સો જમાલપુર વિસ્તારમાં બન્યો હતો. અહીં આવેલી કાચની મસ્જિદ પાસે એક મોટો ભુવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે ભુવામાં પાણી ભરાઈ જતા ત્યાંથી નીકળતી વ્યક્તિ તેમાં ખાબકી હતી.
ADVERTISEMENT
શહેરમાં જમાલપુર વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. કાચની મસ્જિદ પાસે રોડ પર મોટો ભૂવો પડ્યો હતો. જેમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા ખાડો દેખાતો નહોતો. તંત્ર દ્વારા JCB લઈને કામગીરી તો શરૂ કરાઈ પરંતુ ખાડાની આજુબાજુમાં કોઈ બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા નહોતા. એવામાં ત્યાંથી નીકળતો વ્યક્તિ સીધો પાણી ભરેલા ખાડામાં પડી જાય છે. જોકે સદનસીબે તરતા આવડતું હોવાના કારણે તે બહાર નીકળી જાય છે, પરંતુ આ ખાડામાં તંત્ર કોઈનો જીવ જાય તેની રાહ જોતું હોય તેમ ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ADVERTISEMENT