નીતિન ગોહિલ/બોટાદ: બોટાદના રાણપુરમાં રોડ પર ખોદવામાં આવેલા ખાડાના કારણે 25 વર્ષના આશાસ્પદ યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે યુવકને ઈજાઓ પહોંચી છે. રાણપુરના બરાનિયા ગામ પાસે કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સિમેન્ટની પાઈપલાઈન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. જેમાં મોડી રાત્રે ત્યાંથી પસાર થતા બે બાઈલ ચાલક પડ્યા હતા. ઘટના સમયે મંત્રી કુંવરજી બાવળિયા ત્યાંથી પસાર હોવાથી તેમણે કાફલો થોભાવીને સ્થળની મુલાકાત લીધી હતી અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. જે બાદ હવે કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
સિમેન્ટની પાઈપલાઈન નાખવા માટે ખાડો ખોદ્યો હતો
વિગતો મુજબ, રાણપુરના બરાનિયા પાસે પથ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા સિમેન્ટના પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી રાત્રીના વિક્રમભાઈ ગાબુ તેમજ સંજય ગાબુ અને રમેશ ગાબુ ત્યાંથી પસાર થતા બાઇક ખાડામાં પડતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં રમેશભાઈ ગાબુ નું સારવાર દરમિયાન થયું મોત હતું. જ્યારે વિકમભાઈ અને સંજય ગાબુ નાની મોટી ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા ત્યાંથી પસાર થતા ઘટના સ્થળે કાફલો ઉભો રાખી મુલાકાત લીધી હતી. જે બાદ રાણપુર પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે હાજર હોવાથી મંત્રીએ બંનેનો ઉધડો લીધો હતો.
મંત્રીએ ઉધડો લેતા કોન્ટ્રાક્ટર સામે નોંધાઈ ફરિયાદ
સમગ્ર ઘટના બાદ હવે કંપનીના કોન્ટ્રાક્ટર અને લાગતા વળગતા લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં પાઇપલાઇન નાખવાના કામકાજને લઈ ખાડો ખોદીને તેમજ આજુબાજુ કપચીના ઢગલા તેમજ સિમેન્ટના પાઇપ મુક્યા હતા, પરંતુ કોઈ સાઇન બોર્ડ ન મુકતા બેદરકારી રાખવા બદલ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે. હાલમાં પોલીસે IPCની કલમ 304,337,338 મુજબ ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT