ભોપાલ: મધ્ય પ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. હકીકતમાં એક મૃત વ્યક્તિ 2 વર્ષ બાદ જીવતો મળી આવ્યો છે. 30 વર્ષનો વ્યક્તિ, જેને 2021માં કોવિડ-19ની મહામારીમાં બીજી લહેર દરમિયાન ‘મૃત’ જાહેર કરવામાં આવ્યો હતો તે અમદાવાદમાંથી જીવતો મળી આવ્યો છે.
ADVERTISEMENT
અધિકારીઓએ અંતિમ સંસ્કારનો દાવો કર્યો હતો
કમલેશ નામથી ઓળખાતા આ વ્યક્તિને મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં કોરોના વાયરસ કારણે મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. અને તેના કથિત મૃતદેહને SOP મુજબ પરિવારને સોંપવામાં નહોતો આવ્યો. નિગમના અધિકારીઓએ દાવો કર્યો છે કે તેમણે અંતિમ સંસ્કાર કરી દીધા હતા.
કમલેશને જીવતો જોઈને પરિવારના લોકો સ્તબ્ધ
જોકે કમલેશના મોતના બે વર્ષ બાદ પાછા આવવાથી તેના પરિવારના સદસ્યો સહિત તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા છે. જોકે કમલેશને ફરીથી પાછો મેળવીને તેના પરિવારની ખુશીનો પાર નથી. આઘાતની સ્થિતિમાં કમલેશે ખુલાસો કર્યો છે કે તે અમદાવાદમાં એક ટોળકીના સકંજામાં હતો અને તેને દરરોજ એક નશાનું ઈન્જેક્શન આપવામાં આવી રહ્યું હતું.
ઘરે આવેલા કમલેશની પત્નીએ ઓળખ કરી
પતિને ફરીથી જોઈને પત્નીએ તેને ઓળખી લીધો હતો. પરિજનોએ પણ પોતાના દીકરાને ઓળખ કરી લીધી છે. બીજી તરફ જિલ્લાના અધિકારીઓએ આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે, કોરોનામાં આવેલી બીજી લહેરમાં લાખો લોકોના જીવ ગયા હતા.
ADVERTISEMENT