ટ્વિટરના ફોલોઅર્સ વધારવા માલપુરના મામલતદારે જાહેર કર્યો પત્ર, રેવન્યુ તલાટીને આપ્યો વિચિત્ર ટાસ્ક

માલપુરના મામલતદારે રેવન્યુ તલાટીને જોહુકમી ભર્યો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે ખાસ લેખિત કાર્યાલય આદેશ જાહેર કરતા સવાલો ઉઠવા લાગ્યા છે.…

gujarattak
follow google news

માલપુરના મામલતદારે રેવન્યુ તલાટીને જોહુકમી ભર્યો આદેશ આપ્યો છે. તેમણે ટ્વિટર પર ફોલોઅર્સ વધારવા માટે ખાસ લેખિત કાર્યાલય આદેશ જાહેર કરતા સવાલો ઉઠવા લાગ્યા છે. મામલતદારે રેવન્યુ તલાટીઓને દરરોજ 10 ફોલોઅર્સ વધારવાનું કામ સોંપ્યું હતું. એટલું જ નહીં આ દરમિયાન જો કોઈ ફોલોઅર ઓછો થઈ જાય અથવા અનફોલો કરે તો તેની ગણતરી સાથે ફરીથી બીજા ફોલોઅર્સ ઉમેરવાની સૂચના પણ આપી દીધી હતી. મામલતદારનો આ આદેશ આપતો પત્ર વાઈરલ થતા વિવિધ સવાલો ઉઠી રહ્યા છે અને મહેસુલ વિભાગે ત્યારપછી રિપોર્ટ પણ માંગ્યો છે.

કાર્યાલય આદેશમાં શું હતું!
માલપુરના મામલતદારે ટ્વિટર એકાઉન્ટ પર દરરોજ 10 ફોલોઅર્સ વધારવા માટે રેવન્યુ તલાટીને કાર્ય સોંપ્યું હતું. તેમણે આ પત્રમાં જણાવ્યા પ્રમાણે જે તે તારીખે જેટલી સંખ્યામાં ફોલોઅર ઓછા થાય એ ફોલોઅરની સંખ્યાનો ટાર્ગેટ પણ તેમા ઉમેરો કરી જે સંખ્યા આવે તેને પાર પાડવાનો રહેશે એવી સ્ષ્ટપણે સૂચના આપી હતી. એટલું જ નહીં આ આદેશનો તાત્કાલિક અમલ કરવા પણ જણાવ્યું હતું અને આ કામ થઈ જાય એટલે મામલતદારને દરરોજ જાણ કરવાનો પણ આદેશ આપ્યો હતો.

    follow whatsapp