પાટણના હારીજમાં ઉચ્ચ અધિકારીએ ઓફિસના ધાબેથી પડતું મૂકી આપઘાત કર્યો

પાટણના હારીજમાં ઉચ્ચ અધિકારીએ ઓફીસના ધાબેથી પડતું મુકી આપઘાત કર્યો

મામલતદારે ઓફીસના ધાબેથી કુદી આત્મહત્યા કરી

મામલતદારે ઓફીસના ધાબેથી કુદી આત્મહત્યા કરી

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

હારીજના મામલતદાર ઓફીસના ધાબેથી કુદ્યા

point

પોતાની જ ઓફીસના ધાબેથી કુદીને આપઘાત કર્યો

point

પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ આદરી

પાટણ : જીલ્લાના હારીજ ખાતે નવીન મામલતદાર કચેરીના બિલ્ડીંગના ત્રીજા માળેથી કુદીને મામલતદારે આત્મહત્યા કરી હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ તો આ હત્યા છે કે આત્મહત્યા તે મામલે અલગ અલગ દાવાઓ થઇ રહ્યા છે. સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
     

હારીજના મામલતદારના આપઘાતથી ચકચાર

હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. વી.ઓ પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ ગયા છે. 


પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ લાશને પી.એમ માટે મોકલીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે આત્મહત્યાના કારણો અંગે તપાસ આદરી છે. 

    follow whatsapp