NEET Exam 2024 Paper Leak : ગુજરાતમાં અનેક વખત પેપરમાં ગેરનીતિ થયાના સમાચાર સામે આવ્યા છે. એવામાં વધુ એક પેપરમાં ગેરનીતિના મામલાનો ખુલાસો થયો છે. પંચમહાલ જિલ્લાના ગોધરામાંથી NEET ની પરીક્ષામાં ગેરનીતિ થયાનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે. જિલ્લા કલેકટર દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. કલેકટરની સજાક્તાના કારણે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર, જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પરીક્ષા સેન્ટરના ડેપ્યુટી અધિક્ષકની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળ્યા હતા, આ સિવાય છ વિધાર્થી પાસેથી વિધાર્થીદીઠ 10-10 લાખ રૂપિયા લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
મોટા કૌભાંડનો પર્દાફાશ
જિલ્લા કલેકટરને મળેલી અંગત માહિતીના આધારે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. પરીક્ષા કેન્દ્ર પર જીલ્લા કલેકટર, જીલ્લા અધિક કલેકટર અને DEO તપાસ માટે પહોચ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિટેન્ડેન્ટની ગાડીમાંથી મળી રૂ. 7 લાખની રોકડ રકમ હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રીટેનમેન્ટના મોબાઈલમાંથી whatsapp ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાની માહિતી સામે આવી છે. એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું નક્કી થયા હોવાનું પણ સામે આવ્યું છે. સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે. જય જલારામ સ્કૂલ ગોધરાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા નામના ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાય છે.
પેપરલીક થયાની વાત અગાઉ પણ આવી હતી સામે
એવામાં અગાઉ દેશભરમાંથી પણ NEET ની પરીક્ષાનું પેપર લીક થયું હોવાની વાત સામે આવી હતી. પરંતુ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ પ્રતિક્રિયા આપી અને વાતને નકારતા જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં NEET પરીક્ષા કેન્દ્રમાં રવિવારે ખોટા પ્રશ્નપત્રો વિતરિત થવાને કારણે કેટલાક ઉમેદવારો પ્રશ્નપત્ર લઈને બહાર નીકળી ગયા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા નથી અને પેપર લીકની વાતોને સંપૂર્ણપણે નકારી દીધી છે. NTA ના વરિષ્ઠ નિર્દેશક સાધના પરાશરે જણાવ્યું હતું કે કેન્દ્રમાં 120 અસરગ્રસ્ત ઉમેદવારો માટે પરીક્ષા પછીથી ફરીથી હાથ ધરવામાં આવી હતી. NTA સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક ઉમેદવારોને તેમની પસંદગીની ભાષા સિવાય અન્ય ભાષાઓમાં પ્રશ્નપત્રો વહેંચવામાં આવ્યા હતા, જેના કારણે તેઓ કેન્દ્રની બહાર નીકળી ગયા હતા. એજન્સીએ દાવો કર્યો હતો કે, પરીક્ષા પ્રક્રિયાની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા નથી અને પેપર લીકની વાતોને સંપૂર્ણપણે નકારી દીધી છે.
ADVERTISEMENT