અમદાવાદ : આ વખતે રક્ષાબંધનનો તહેવાર કાલે આવી રહ્યો છે. જો કે આ વખતે મોંઘવારી આ પર્વને પણ નડી છે ગીફ્ટથી માંડીને રાખડી સુધી તમામ વસ્તુ મોંઘી થઇ ચુકી છે. તેવામાં ભાઇને ઘરે બનેલી વૈદિક રાખડી બાંધવાથી ભાઇના રક્ષાકવચને પણ સુરક્ષા મળશે અને ભાઇને આર્થિક રક્ષણ પણ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જે બજારમાં ઉપલબ્ધ છે તે રાખડીઓ મશીન દ્વારા આર્ટિફિશિયલી બનાવવામાં આવતી હોય છે. તેમાં કોઇ વૈદિક પુજન કે વૈદિક ગુણ હોતો નથી. તે માત્ર દેખાવ માટે જ બનાવાયેલી હોય છે.
ADVERTISEMENT
આ પ્રકારે ઘરે બેઠા બનાવો વૈદિક રાખડી
જો કે વૈદિક રાખડી બનાવવા માટે રેશનમાં કપડામાં ચોખા, દૂર્વા, સરસવના દાણા, ચંદન, કેસર અને સોના કે ચાંદીનો નાનકડો સિક્કો મુકી શકાય. સોના ચાંદીનો સિક્કો ન હોય તો સોનું કે ચાંદીનું નાનકડો ટુકડો પણ મુકી શકાય. આ તમામ વસ્તુઓની પોટલી બનાવી સુતરના દોરામાં આ પોટલીને સારી રીતે વણી લેવી. આ રાખડીનું સામાન્ય પુજન કરવું અથવા તો ભગવાનની સવારે પુજા કરતા હો ત્યારે આ રાખડીને ભગવાનના ચરણોમાં મુકીને પુજન કરવું. ત્યાર બાદ કંકુ, અબીલ ગુલાલ ચોખા સહિતના દ્રવ્યો ચડાવીને તે રાખડી લઇને ભાઇને બાંધવી જોઇએ.
જો ભાઇ ન હોય તો આરાધ્ય દેવને રાખડી બાંધો
જો કે કેટલાક કિસ્સામાં બહેનને ભાઇ નથી હોતા તેવા કિસ્સામાં બહેન પોતાનાં આરાધ્ય દેવને રાખડી બાંધી શકે છે. જેમ કે શિવજી, હનુમાનજી, કૃષ્ણ ભગવાન અથવા પોતાના કોઇ પણ આરાધ્ય દેવને રાખડી બાંધવી જોઇએ. આ ઉપરાંત રાખડી ભાઇ હોય તો પણ આપણા આરાધ્ય દેવને રાખડી બાંધવી જોઇએ. આ ઉપરાંત જે પણ ઘરના કે ધંધા ઉદ્યોગના વ્યાપાર ધંધાના મહત્વના સંસાધનો હોય તેને પણ રાખડી બાંધવી જોઇએ. આ ઉપરાંત તેનું પુજન પણ કરવું જોઇએ. જો કે મહત્વની વાત છે કે, આ વખતે રક્ષાબંધન પણ બે દિવસ છે. પુનમ બે દિવસ હોવાનાં કારણે જ્યોતિષાચાર્યોમાં રક્ષાબંધન બાબાતે મતમતાંતર જોવા મળે છે.
ADVERTISEMENT