અમદાવાદ: શ્રમિકોના મૃત્યુના કિસ્સાઓ દિવસે ને દિવસે સતત વધી રહ્યા છે. આજે અમદાવાદમાં એક સાથે 7 શ્રમિકોના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં નવી બિલ્ડીંગના બાંધકામ દરમ્યાન લિફ્ટ તૂટતા એક સાથે 6 શ્રમિકોના મૃત્યુ થયા છે. આ ઘટનાથી હડકંપ મચી ગયો છે.
ADVERTISEMENT
મળતી વિગત અનુસાર અમદાવાદ એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા 7 લોકોના મોત થયા છે. આ સાથે 1 શ્રમિકની હાલત ગંભીર છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. એસ્પાયર-2 નામની બિલ્ડિંગનું કસ્ટ્રક્શન ચાલતુ હતુ ત્યારે આ દૂર્ઘટના બની હતી.
અમદાવાદના ગુલબાઈ ટેકરા નજીક આવેલ એસ્પાયર-2નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય શરૂ હતું આ દરમિયાન સવારના 9:30 કલાક આસપાસ આ દુર્ઘટના ઘટી હતી. બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન કામ દરમ્યાન લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના મોત થયા છે. જ્યારે બે શ્રમિકો ઘાયલ છે. તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘાયલ થયેલા શ્રમિકોની સારવાર ચાલી રહી છે. તમામ મૃતકોની ઉમર 25 વર્ષથી ઓછી છે. અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટી પડતાં પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના વતની છે.
મૃતક શ્રમિકોની યાદી
- સંજયભાઈ બાબુભાઇ નાયક – ઉ વ 20
- જગદીશભાઈ રમેશભાઈ નાયક- ઉ વ 21
- અશ્વિનભાઈ સોમાભાઈ નાયક- ઉ વ 20
- મુકેશ ભરતભાઈ નાયક- ઉ વ 25
- રાજમલ સુરેશભાઇ ખરાડી- ઉ.વ.25
- પંકજભાઈ શંકરભાઇ ખરાડી- ઉ.વ.21
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુખ વ્યક્ત કર્યું
ટ્વિટ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડીંગની દુર્ઘટના દુઃખદ છે. આ દુર્ઘટનામાં જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઘાયલો જલ્દી સ્વસ્થ થઈ જાય. સ્થાનિક સત્તાવાળાઓ અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યા છે
ADVERTISEMENT