Kutch Latest News: કચ્છના અંજારની KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના, એકનું મોત, 7થી વધુ ઇજાગ્રસ્ત

Kutch News: કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે.…

gujarattak
follow google news

Kutch News: કચ્છના અંજારથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. માહિતી મળી રહી છે કે, અંજારના બૂઢારમોરા માં KEMO Steel કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં 10 જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પ્રથમિક માહિતી મુજબ અત્યાર સુધીમાં આ ઘટનાથી એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે અને 4 ની હાલત અત્યંત નાજુક હોવાના કારણે તેઓને તાત્કાલિક અમદાવાદ ખાનગી હોસ્પીટલમાં રિફર કરાયા છે. કંપનીની મોટી બેદરકારીના પગલે આ ઘટના ઘટી જેના કારણે કંપનીએ ઘટનાના છુપવવાની પણ કોશિશ કરી હતી.

આ રીતે સર્જાઈ દુર્ઘટના

કચ્છના અંજારના બૂઢારમોરામાં આવેલ KEMO Steel કંપનીમાં દુર્ઘટના સર્જાઈ હતી. માહિતી મુજબ સ્ટીલ પિગળાવતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા દુર્ઘટના સામે આવી હતી. જેમાં ગરમ સ્ટીલ બહાર આવી જતાં મજૂરોનાં ગંભીર રીતે દાઝી ગયા હતા. આ તરફ ચારની હાલત અત્યંત નાજુક હોવાના કારણે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં રિફર કરાયા છે. ઘટનાને લઈ પોલીસની ટીમ અને ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

(ઇનપુટ: કૌશિક કાંઠેચા, કચ્છ)

 

    follow whatsapp