વડોદરા: રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદને પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. આ દરમિયાન વડોદરામાં વરસાદને પગલે મોટી દુર્ઘટના સામે આવી છે. વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં 4 મજૂરો દટાયા છે. જેમાંથી એક નું મોત થયું છે. જ્યારે મૃત્યુ આંક વધવાની શક્યતા છે.
ADVERTISEMENT
રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં જ ડેમોમાં વરસાદી પાણીની સારી આવક થઈ છે. ત્યારે વરસાદને પગલે અનેક જિલ્લામાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે. આ દરમિયાન અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે વડોદરામાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વડોદરામાં નટુ ભાઈ સેન્ટર પાસે કંસટ્રક્શન સાઈટ પર મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં 4 મજૂરો દટાયા હતા. ઘટના ની જાણ ફાયર બ્રિગેડને કરતાં ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ દરમિયાન 3 મજૂરોને બહાર કાઢ્યા, 1નું મોત થયું છે. ત્યારે મૃત્યુઆંક વધવાની શક્યતા. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.
ભારે વરસાદને પગલે માટી ઘસી
વડોદરા શહેરમાં આદર્શ હોસ્પિટલ હતી તે જગ્યાએ કંસટ્રક્શન સાઈટ શરૂ છે. એક તરફ વરસાદ સતત શરૂ છે. ત્યારે બીજી તરફ આ સાઇટ પર મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારે વરસાદને પગલે અચાનક માટી ધસી જતાં 4 મજૂરો દટાયા હતા. ઘટનાના પગલે વાહનોથી ધમધમતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશયો સર્જાયા હતા.
(વિથ ઈનપુટ:દિગ્વિજય પાઠક, વડોદરા )
ADVERTISEMENT