Mahudi Jain Temple: ગાંધીનગર ખાતે આવેલા સુપ્રસિદ્ધ મહુડી ઘંટાકર્ણ મહાવીર જિનાલયના ટ્રસ્ટી પર કૌભાંડ આચરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. મંદિરના ટ્રસ્ટીઓ પૈકી મહેતા પરિવારના ટ્રસ્ટીઓએ વોરા પરિવારના ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા પર ગંભીર આરોપ કર્યો છે. આરોપ છે કે દાનમાં મળેલા 14 કરોડ રૂપિયાની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી દેવામાં આવી છે. ઉપરાંત નોટબંધી સમયે 20 ટકા કમિશન લઈને આર્થિક નાણાકીય ઉચાપત કરી હોવાનો આરોપ લગાવાયો છે.
ADVERTISEMENT
130 કિલો સોનું ગાયબ કર્યાનો આરોપ
મહેતા પરિવારના ટ્રસ્ટી અંકિત મહેતાએ જણાવ્યું કે, ટ્રસ્ટના સંધ સભ્યોની નિમણૂંક 4 પરિવારના વડીલો કરે છે. આરોપ છે કે નોટબંધી સમયે વોરા પરિવારના ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ 20 ટકા કમિશન લઈને આર્થિક લાભ માટે નાણા બગદલ્ય છે અને 14 કરોડથી વધુની રોકડ અને 130 કિલો સોનાની ઉચાપત કરી છે. આ બાબતે ચેરિટી કમિશનરને અરજી કરવામાં આવી છે.
ગેરરીતિ સામે થઈ ફરિયાદ
મહુડી સંઘમાં ચાલતી ગેરરીતિઓ મામલે મહુડી સંઘના સભ્યોએ ગુજરાત રાજ્યના કાયદા વિભાગને પણ ફરિયાદ કરી છે. જેની તપાસ ચાલું છે. નોંધનીય છે કે મહુડી મંદિર જૈન અને અન્ય સમાજના લોકોમાં આસ્થાનું પ્રતિક છે. દર્શને આવનારા લોકો ઘણીવાર કિંમતી ભેટ, પૈસા અને ચઢાવા અર્પણ કરતા હોય છે. જોકે ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલી ભેટ-સોગાદોને ચોપડે લેવામાં આવી નથી. ટ્રસ્ટમાં કરોડોના ચઢાવા જમા કરાય છે પરંતુ તેને પણ ચોપડે નોંધવામાં આવતા નથી. આરોપ છે કે ગેરરીતિ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર વોરાએ ભંડાર પત્રક બદલ્યા છે.
ADVERTISEMENT