મહીસાગરઃ મહીસાગરના જિલ્લા ક્ષય કેન્દ્રમાં નોકરી કરતા કર્મચારી દ્વારા આપઘાત કરવામાં આવ્યો છે. યુવાન વયના આ કર્મચારીએ આપઘાત કરી લેતા પરિવાર માટે મોટો આઘાત હતો પણ તે અરસામાં પરિવાર માટે વધુ ચોંકાવનારી બાબત એ પણ હતી કે યુવકે મૃત્યુ પહેલા લખેલી અંતિમચીઠ્ઠીમાં તેના આખરી શબ્દો પણ હૃદયમાં ફાળ પાડનારા હતા. યુવકે લખ્યું હતું કે તે પોતાના ત્યાં કામ કરતા એક ડોક્ટરને કારણે પરેશાન થઈ ગયો છે અને તેના કારણે આપઘાત કરી રહ્યો છે. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી છે. સાથે જ અન્ય બાબતો પર પણ તપાસ આરંભી છે.
ADVERTISEMENT
બે દાયકાનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઈનમેન્ટ ઝડપાયું, ડાર્કનેટ અને ક્રિપ્ટોકરન્સીથી થતાં હતા વ્યવહાર
નશાની હાલતમાં પણ ફોન કરી આપતા ધમકીઃ પરિવાર
લુણાવાડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આજે એક મનોજ પટેલ નામના યુવાને આપઘાત કરી લીધાની ઘટના બનતા ભારે ચકચાર મચી હતી. કારણ કે મનોજે મૃત્યુ પહેલા પોતાને કામને લઈને પ્રેશર હોવા સહિતની બાબતોનો ખુલાસો કર્યો હતો. લુણાવાડા પોલીસે આપઘાતની જાણકારી મળતા સ્થળ પર પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, મનોજ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોકરી કરતો હતો. દરમિયાન પોલીસને એક અંતિમ ચીઠ્ઠી પણ મળી આવી છે. જેમાં જિલ્લા ક્ષય કેન્દ્રના ડોક્ટર ધર્મેન્દ્ર ચૌહાણ અને મયુર સોની વારંવાર કામને લઈને દબાણ કરતા હોવાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. સરકારી હોસ્પિટલના ડોક્ટર દ્વારા નશાની હાલતમાં પણ ફોન કરીને ધમકી આપવાાં આવતી હોવાનો પરિવારનો આક્ષેપ છે. ત્યારે સરકારી હોસ્પિટલના કર્મચારીએ ડોક્ટરના કારણે આપઘાત કર્યાની વાતે ભારે ચકચાર ઊભી કરી છે. જેને કારણે મહીસાગર જિલ્લાની કોટેજ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. લુણાવાડા પોલીસે આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીને સંબોધીને લખી અંતિમચીઠ્ઠી
યુવક મનોજ પટેલે આપઘાત કરતા પહેલા પોતાની પત્નીને અંતિમચીઠ્ઠી સંબોધી હતી. તેમણે ચીઠ્ઠીમાં પોતાના આર્થિક વ્યવહારો અંગે જાણકારી આપી હતી. તે ઉપરાંત તે લખે છે કે મારા મમ્મી પપ્પા ગમે તેવા છે પણ લેટગોની ભાવના રાખીને પોતાનું જીવન સારી રીતે જીવજે. તારા બે સપના હતા એ હું પૂર્ણ કરી શક્યો નહીં તે બદલ માફી માગું છું. તને આટલે બધે દૂરથી લાવ્યો તેમજ તને દુખી કરવાનો મારો કોઈ ઈરાદો ન્હોતો.
(ઈનપુટઃ વિપિન જોશી, મહીસાગર)
ADVERTISEMENT