Mahisagar News: વડોદરા, સુરત, દાહોદ અને મહીસાગરમાં ધાડ અને લૂંટફાટ કરી આંતક મચાવનાર ગેંગના આરોપીને 23 વર્ષ બાદ પકડવામાં મહિસાગર પોલીસને સફળતા મળી છે. મહિસાગર જિલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનના છેલ્લા 23 વર્ષથી ધાડ તથા લૂંટના ગુનામાં નાસતા ફરતા આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
સંતરામપુરમાં 23 વર્ષ પહેલા કરી હતી ચોરી
વિગતો મુજબ, 23 વર્ષ પહેલા સંતરામપુરના ગોઠીબ ગામે દરવાજા તોડી 17300ની લૂંટ કરનાર ટોળકીનો એક આરોપી પોલીસ પકડથી દૂર હતો. ત્યારે આ ગુનામાં મોટાભાગના આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા હતા. પરંતુ ઈશ્વર પારગી નામનો આરોપી 23 વર્ષથી પોલીસની પકડથી દૂર હતો. જેને પકડવા માટે પોલીસ પ્રયાસ કરી રહી હતી. આરોપી મધ્ય પ્રદેશમાં છુપાયો હતો, જેની ચોક્કસ બાતમીના આધારે સંતરામપુર પોલીસ અને પેરોલ ફોર્સે 70 વર્ષીય આરોપી ઈશ્વર છગનને મધ્ય પ્રદેશના જંબુઆ જિલ્લના થાદલા તાલુકાના બાલવાસા ગામેથી ઝડપી પાડયો હતો.
મધ્ય પ્રદેશથી પકડાયો આરોપી
નોંધનીય છે કે, મધ્યપ્રદેશ જાંબુઆની આ ટોળકી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં આતંક મચાવી રહી હતી. ત્યારે 23 વર્ષે આ ચોર ટોળકીનો સાગરીત પકડવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT