Mahisagar કોર્ટનો આદેશઃ દલિત ક્લાર્કને આપઘાતની દુષ્પ્રેરણા કરવા બદલ 4 અધિકારીઓ સામે FIR નોંધો

Mahisagar News: નામદાર કોર્ટે મહિસાગર પોલીસને જિલ્લાના ચાર અધિકારીઓ સામે દલિત કારકુનને હેરાન કરવા બદલ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે. દલિત કારકુનની લાશ તેના…

gujarattak
follow google news

Mahisagar News: નામદાર કોર્ટે મહિસાગર પોલીસને જિલ્લાના ચાર અધિકારીઓ સામે દલિત કારકુનને હેરાન કરવા બદલ ફરિયાદ દાખલ કરવાનો આદેશ કર્યો છે. દલિત કારકુનની લાશ તેના ઘરમાંથી મળી આવતાં મહિસાગર જિલ્લાના સંતરામપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ (એસડીએમ), નાયબ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટર સામે મહિસાગર પોલીસમાં ફરિયાદ નોંધવાનો કોર્ટે આદેશ કર્યો છે.

દલિત સમાજે આપ્યું હતું કલેક્ટરને આવેદન

કડાણા મામલતદાર કચેરીના ક્લાર્ક કે જે દલિત સમાજના હતા, સંતરામપુરના રિસીવિંગ ઓફિસર કૌશિક જાદવ અને અન્ય કર્મચારીઓ દ્વારા હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આરોપ હતા. તેમના મૃત્યુ પહેલા, દલિત ક્લાર્ક અલ્પેશ માળીએ રાજ્યના અધિકારીઓ કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ.વી. વલવાઈ, નિલેશ શેઠ અને કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા સતામણી અંગે મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ કરી હતી. કડાણા મામલતદાર કચેરીના ક્લાર્ક અલ્પેશ માળી 29 જાન્યુઆરીએ બાલાસિનોરમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા પહેલા 21 જાન્યુઆરીએ મુખ્યમંત્રીને ફરિયાદ લખવામાં આવી હતી. અલ્પેશ માળીના મોત અંગે બાલાસિનોર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી અને ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રીને લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને સમગ્ર મામલો મીડિયામાં આવતાં દલિત સમાજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કૌશિક જાદવ અને અન્યો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ક્લાર્ક અલ્પેશ માળીની બહેને પણ સંતરામપુરના પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ.વી. વલવાઈ, નિલેશ શેઠ અને કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ નામદાર કોર્ટમાં એડવોકેટ સોનાલી ચૌહાણ મારફત તેના મૃત ભાઈને ન્યાય મળે તે માટે ફરિયાદ નોંધાવી હતી. ફોજદારી તપાસ બાદ, નામદાર કોર્ટે મહિસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ સામે IPC કલમ 306, 181, 182 અને 114 અને એટ્રોસિટી એક્ટની 3(1)(10) હેઠળ ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

વિદેશમાં વધુ એક ગુજરાતી પર હુમલો, સુપરમાર્કેટમાં ઘુસેલા નિગ્રો લૂંટારૂઓએ વડોદરાના યુવક પર બંદૂક તાકી

કડાણા મામલતદાર કચેરીના દલિત કલાર્કના મૃત્યુ મામલામાં સંતરામપુર પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર, તેમજ અન્ય બે કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસીટી એકટ મુજબ ફરિયાદ નોંધવા મહિસાગર જિલ્લા નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.

મહિસાગર જિલ્લા કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અલ્પેશ માળી કે જે દલિત સમાજનો છે અને આ દલિત કલાર્ક અલ્પેશ માળીને સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ અને પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલ દ્વારા જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી તેને બોલાવવામાં આવતો હતો અને ખોટી ખોટી નોટિસ આપી હેરાન કરવામાં આવતો હતો. જે બાબતે દલીત કલાર્ક અલ્પેશ માળીએ પ્રાંત અધિકારી કૌશિક જાદવ સહિત અન્ય ઉપલા વર્ગના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી હેરાનગતિ વિશે 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કર્યા બાદ 29 જાન્યુઆરીએ અલ્પેશ માળીએ બાલાસિનોરમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળેલ અને આ બાબતે બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં ગુન્હાની નોંધ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે દલીત કલાર્ક અલ્પેશ માળીએ મુખ્યમંત્રીને લખેલો પત્ર વાયરલ થતા અને સમગ્ર મામલો મીડિયામાં આવતા દલિત સમાજ હરકતમાં આવી ગયો હતો અને દલિત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પ્રાંત અધિકારી કૌશિક જાદવ તેમજ અન્ય અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કલાર્ક અલ્પેશ માળીની બહેને પણ પોતાના મૃત ભાઈને ન્યાય મળે તે માટે સંતરામપુર પ્રાંત અધિકારી કૌશિક જાદવ, નાયબ મામલતદાર એ વી વલવાઈ, નિલેશ શેઠ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર શૈલેષ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવા એડવોકેટ સોનાલી ચૌહાણ મારફતે નામદાર કોર્ટમાં ક્રિમિનલ ઇન્કવાયરી દાખલ કરી હતી. જે ક્રિમિનલ ઇન્કવાયરીલ નામદાર કૉર્ટ દ્વારા ગ્રાહ્ય રાખી મહિસાગર પોલીસને પ્રાંત અધિકારી સહિત અન્ય ત્રણ વિરુદ્ધ આઈપીસીની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.

સોનાલી ચૌહાણ (વકીલ)

Rajkot News: CM ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને મળવા પહોંચ્યા, સાથે બેસીને ભોજન લીધું

દલિત ક્લાર્ક દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી શું કરી હતી જાણ

કડાણા મામતદાર કચેરી ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવત દલિત યુવક અલ્પેશ પી માળીએ 21 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો કે ઓફિસના ઉપલા અધિકારીઓ ઘ્વારા હું દલિત છું માટે મને માનસીક ત્રાસ આપવામાં આવે છે. કલાર્ક અલ્પેશ માળીએ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં લખ્યું હતુ કે, પોતે અમદાવાદના વતની છે અને કડાણા મામલતદાર કચેરી કડાણા ખાતે કલાર્ક તરીકે ફરજ બજાવે છે અને પરિવારમાં માત્ર વૃધ્ધ માતા પિતા છે. જેને લઈને અવારનવાર રજા દિવસે જરૂર જણાયે વતનમાં માતપિતાની સેવા ચાકરી કરવા જતા હતા. જેથી તેના ઉપરા અધિકારી નાયબ મામતદાર મહેસુલ એ.વી.વલવાઈ / નીલેશ શેઠ કામ વગરની નોટિસ આપ હેરાન પરેસાન કરતા તથા અનુસુચીત જાતિ હિન્દુ વણકરમાંથી આવતા હોય જાતિ વિષયક સંબોધન કરતા હતા. વધુમાં સંતરામપુર પ્રાન્ત અધિકારી કૌશિક જાદવ કામ વગર પ્રાંન્ત કચેરીનાં બોલાવી કામવગરની નોટિસ આપી ધમકી આપતા કે તારૂ કરીયર પુરૂ કરી દઈસ. પ્રાંન્ત કચેરી સંતરામપુરમાં ફરજ બજાવતા ઓપરેટર શૈલેષ પટેલ તેના અવારનવાર અગત કામો કરાવતા જેની ના પાડતા કરિયર બગાડી જઈશ તેવી ધમકી આપવામાં આવતી હતી. પ્રાંન્ત અધિકારી જાદવ તથા શૈલેશ પટેલની વારવાર ધમકી તથા નોટિસોથી હેરાન પરેશાન કરવામાં આવતા હતા. તેમજ કચેરીમાં ગ્રાન્ટ હોવા છતા ૨/૩ મહિના સુધી પગાર કરવામાં આવતો નહોતો તેમજ કચેરીમાં ઉદતાઈ ભરીયુ વંતન કરવામાં આવતું હતું. જેથી બદલી કરવા પણ રજૂઆત કલેકટર કચેરી મહિસાગર લુણાવાડા ખાતે કરી હતી. માનસિક ત્રાસના કારણે હેરાન પરેશાન થઈ ગયેલા કલાર્કએ પોતે કાઈપણ પગલુ ભરે તો તેની સધળી જવાબદારી હેરાન કરનાર અધિકારીની રહેશે તેમજ ન્યાય આપવા વિનંતિ છે તેવો પત્ર મુખ્યમંત્રીને લખ્યો હતો.

ડો લક્ષમણ વણકર (દલીત સમાજ આગેવાન અને અધ્યક્ષ ભીમ સેના)

અલ્પેશ માળીએ 21 જાન્યુઆરી મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો અને 29 જાન્યુઆરીના રોજ અલ્પેશ માળી મૃત હાલતમાં પોતાના ઘરેથી મળી આવ્યો હતો ત્યારે બાલાસિનોર પોલિસે ફરિયાદ નોંધી હતી. હવે જ્યારે નામદાર કોર્ટ દ્વારા સંતરામપુર પ્રાંત કચેરીના પ્રાંત અધિકારી સહિત અન્ય બે અધિકારી અને એક ઓપરેટર વિરુદ્ધ વિરુદ્ધ આઈ પી સી ની કલમ 306, 181, 182 તથા 114 અને એટ્રોસીટી એકટની કલમ 3(1)(10) મુજબ ફરિયાદ નોંધવાનો આદેશ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે ત્યારે આવનાર સમયમાં આ અધિકારીઓ વિરુદ્ધ કઇ પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.

    follow whatsapp