Mahisagar News: મહિસાગરમાં યુવાનને પ્રેમ કરવાની એવી સજા મળી છે કે તેના માટે આ દિવસો જીવનના સૌથી ખરાબ સમયગાળો બની જાય તેવા છે. લોકોએ તેને લાઈટના થાંભલે બાંધીને જાહેરમાં મુંડન કરી અપમાનીત કરી દીધો છે. આ ઘટનામાં પ્રાપ્ત વિગતો અનુસાર યુવાન પોતાની પ્રેમિકાને મળવા તેના ગામે ગયો હતો અને પકડાઈ ગયો હતો. લોકો જાતે જ જજ બની ગયા અને યુવાનને સજા પણ સંભળાવી દીધી. યુવાન સાથે બર્બરતાનો વીડિયો પણ ઉતાર્યો અને સોશ્યલ મીડિયા પર હવે આ યુવાન વધારે બદનામ થઈ રહ્યો છે. શક્ય છે કે યુવાનને હવે કાયદેસર રીતે કોઈ મદદ મળે અને તેને ન્યાય મળી શકે. જોકે તે બાબતે હજુ કોઈ નક્કર જાણકારી નથી કે યુવાને આ મામલે ફરિયાદ કરી છે કે કેમ?
ADVERTISEMENT
ગણેશ ભક્તોની જીદ સામે સ્વામિનારાયણ સંતો ઝૂક્યા, રાજકોટના બાલાજી હનુમાન મંદિરમાં યોજાશે ગણેશ મહોત્સવ
મુંડન કરી યુવાનને છોડી મુક્યો
પ્રેમમાં યુવાનને વરવો અનુભવ થયો છે. છોકરીને મળવા ગયો તો રંગેહાથ પકડાઈ ગયો જેને કારણે ગ્રામજનોએ યુવાનનું મુંડન કરી લાઈટના થાભલા સાથે બાંધી દીધો હોવાની ઘટના સામે આવી છે. મહિસાગર જિલ્લા લુણાવાડા તાલુકાના ખરોલ ગામથી થોડે દૂર આવેલી એક કોલોની વિસતારમાં રહેતો યુવાન પોતાની પ્રેમિકાને મળવા બાલાસિનોર તાલુકાના મોતીપૂરા ગામમાં ગયો હતો. જ્યાં રંગે હાથે પકડાઈ જતા કેટલાક ગ્રામજનોએ યુવાનને મુંડન કરી લાઈટના થાભલા સાથે બાધી દીધો હતો અને જેનો વીડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રામજોએ યુવાનને પછી છોડી મૂક્યો હતો. જોકે સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. કાયદાકીય ધોરણો અંતર્ગત આ વીડિયો અહીં દર્શાવાયો નથી.
ADVERTISEMENT