મહીસાગરઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાનું મતદાન પુર્ણ થયું છે અને હવે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન આવતીકાલે સોમવારે થવાનું છે. રાજ્યની 93 બેઠકો પર થનારા મતદાન પૈકીના એક મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. તેમના જણાવ્યાનુસાર જિલ્લામાં પુરતા પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે. મહીસાગર જિલ્લાના વધુને વધુ મતદારો મતદાન કરે તેવો અનુરોધ તેમણે કર્યો છે. મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી માટેની તમામ વ્યવસ્થાઓ પુરી કરી છે.
ADVERTISEMENT
મતદાન કરજો જેથી લોકશાહી અર્થપૂર્ણ બનેઃ ભાવિન પંડ્યા
મહીસાગર જિલ્લાના કલેક્ટર ભાવિન પંડ્યાએ કહ્યું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 તા. 5મીએ થવા જઈ રહી છે. તે અંગેની તમામ તૈયારીઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા થઈ ગઈ છે. બધી જ ટૂકડીઓ મતદાન મથકે ઈવીએમ સાથે સાંજ સુધી પહોંચી જશે. પોલીસ બંદોબસ્ત સાથે આવતીકાલે 5મી તારીખે સવારે 8થી 5 દરમિયાન મતદાન થવાનું છે. મતદારોને હું અનુરોધ કરું છું કે મતદારો વધુને વધુ મતદાન કરે જેથી લોકશાહી અર્થપૂર્ણ બને.
(વીથ ઈનપુટઃ વિરેન જોશી, મહિસાગર)
ADVERTISEMENT