મહીસાગરઃ બિપોરજોય વાવાઝોડું પસાર થયા પછી સમગ્ર ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. મહીસાગર જિલ્લામાં પણ બિપોરજોય પસાર થયા પછી તેની અસરો જોવા મળી હતી. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જિલ્લામાં 27થી વધારે વીજપોલસ પડી ગયા હતા. ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા. ખેડૂતોને ભારોભાર નુકસાન થવા પામ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને આ રસ્તાઓ બંધ રહેશે, જાણો વૈકલ્પિક રૂટ વિશે
કાચા મકાન પર પડ્યું તોતિંગ વૃક્ષ
બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં ઘણું મોટું નુકસાન પહોંચાડી ગયું છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાને કારણે મધ્યમ વરાસદી ઝાપટા અને ભારે પવન ફૂંકાતા ઘમા વૃક્ષો અને વીજપોલ પડી ગયા છે. જિલ્લામાં આવેલા તમામ છ તાલુકા લુણાવાડા, બાલાસિનોર, વીરપુર, ખાનપુર અને સંતરામપુરમાં હળવાથી લઈ મધ્યમ વરસાદ પડી રહ્યો છે. વીરપુર તાલુકામાં જમણાવત ગામે ભારે પવન સાથે વરસાદ પડતા કાચા મકાન પર વૃક્ષ ધરાશાયી થયું હતું. જેના કારણે કાચા મકાનની દીવાલો તૂટી પડી હતી. મકાનને નુકસાન થયું હતું. જોકે સદનસીબે કોઈ પ્રકારની જાનહાની થઈ ન્હોતી. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા અલગ અલગ ટીમ બનાવીને ધરાશાયી થયેલા વીજપોલ માટે કામગીરી કરવામાં આવી છે.
(ઈનપુટઃ વિરેન જોશી, મહીસાગર)
ADVERTISEMENT