વીરેન જોશી.મહીસાગરઃ લુણાવાડાની કોટેજ ચોકડી અકસ્માત ઝોન બની ગઈ હોય તેમ એક પછી એક અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આજે વધુ એક અકસ્માત સર્જાયો છે. પિકપ ગાડીએ એક બાઇક અને થ્રી વ્હીલ સાયકલને અડફેટે લેતા બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે જ્યારે બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે સમગ્ર બનાવ બનતા લુણાવાડા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
દાદા-પૌત્ર પણ થયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત
લુણાવાડા શહેરની કોટેજ ચોકડી ચાર રસ્તા પાસે આજે એક અકસ્માતની ઘટના બની છે. જેમાં ગોધરા તરથી લુણાવાડા તરફ આવતા હાઇવે માર્ગ પર બોલેરો પિકપ ગાડી જીજે ૦૬ બીટી ૨૯૮૧એ મોટરસાઇકલ નંબર જીજે ૨૦ એચ ૬૧૯૯ને અને થ્રીવ્હીલ સાયકલને અડફેટે લીધા છે. જેમાં બાઇક સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે અન્ય એક ઈસમને વધુ સારવાર માટે આગળ ખસેડતા રસ્તામાં તેઓનું પણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સાયકલ ચાલક દાદા અને પૌત્ર ગંભીર રીતે ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતેથી આગળ રિફર કરવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ બાઇક પર સવાર બંને મૃતક લુણાવાડા નપાણીયા ગામના રહેવાસી હતા અને કલર કામ અર્થે દરજીના ચકાલિયા જતા હતા. તે દરમિયાન કોટેજ ચાર રસ્તા પાસે તેઓને પિકપ ગાડીએ અડફેટે લેતા કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મૃતક રહીમભાઈ કુરેશીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે કાસમગની કુરેશીને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જતી વખતે માર્ગમાં તેઓનું પણ મોત નિપજ્યું છે. હાલ લુણાવાડા ટાઉન પોલીસ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.
કેસા લગા મેરા મજાક? શરદ પવારે રાજીનામું પાછુ ખેંચી લીધું,અધ્યક્ષ પદ પર યથાવત્ત રહેશે
લુણાવાડાની કોટેજ ચોકડી આસપાસ ગેરકાયદેસર બાંધકામોના પગલે અકસ્માત ઝોન બની રહ્યો છે. રસ્તાને અડી થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામો પરત્વે પાલિકા તંત્ર ગુનાહિત બેદરકારી દાખવી રહ્યું છે. ત્યારે ઉચ્ચ કક્ષાએથી ગેરકાયદેસર બાંધકામો અટકાવવા નક્કર કાર્યવાહી જરૂરી બની છે. જિલ્લા ટ્રાફિક સમિતિની બેઠકો માત્ર દેખાવ પૂરતી બની જતાં આવા અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. અગાઉ પણ કોટેજ ચાર રસ્તા ખાતે અકસ્માત સર્જાયો હતો ત્યારે ફરી એક વાર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તંત્ર દ્વારા સમગ્ર બનાવને ગંભીરતાથી લઈ નક્કર કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે.
ADVERTISEMENT