ભાવનગરઃ ગુજરાતી ભાષાનાં પ્રખર સાહિત્યકાર એવા મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું બુધવારે મોડી સાંજે 99 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તેઓ બીમાર રહેતા હોવાથી ભાવનગર ખાતે નિવાસસ્થાને રહેતા હતા. ઉલ્લેખનીય છે કે 20 જૂને મહેન્દ્રભાઈનો 100મા વર્ષમાં પ્રવેશ થયો હતો, તેવામાં દોઢ મહિનાની અંદર તેમના અવસાનની જાણ થતા સાહિત્ય જગતમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.
ADVERTISEMENT
મહેન્દ્રભાઈએ પોતાની લેખન કળાથી વાંચકોના મન પર રાજ કર્યું
પોતાના જીવનકાળ દરમિયાન લોકોને વાંચવામાં વધુ રસ રહે તેના માટે મહેન્દ્રભાઈ મેઘાણીએ ઓછી કિંમતે પોતાના પુસ્તકો બજારમાં ઉપલબ્ધ કરાવ્યા હતા. એટલું જ નહીં તેઓ દેશ-વિદેશમાં પુસ્તકમેળાનું આયોજન પણ કરતા હતા. તેમના મત મુજબ પુસ્તકો માત્ર મનોરંજન અને આનંદનું સાધન સમાન નહોતા, મહેન્દ્રભાઈ સમાજ કલ્યાણ હેતુથી પણ વિવિધ વિષયો પર પુસ્તકો લખતા હતા. તેમનો હેતુ સામાજિક ક્રાન્તિનો હતો.
મતદાનથી ક્રાંતિ સફળ નથી એટલે મારા પુસ્તકોથી લાવીશ
મહેન્દ્રભાઈ મેઘાણીએ પોતાના પુસ્તકો અને લેખન કૌશલ્યનાં બળ પર સમાજમાં ક્રાન્તિ લાવવા પહેલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જે મતદાનથી ક્રાંતિ આવે છે એ સફળ રહેતી નથી એ પુસ્તકોથી લાવી શકાય છે.
ADVERTISEMENT