હેતાલી શાહ.આણંદઃ મહેમદાવાદના ટ્રાવેલ્સ એજન્ટનું રુદ્રપ્રયાગમાં ભૂસ્ખલનથી મોત નીપજ્યું હોવાનુ સામે આવ્યુ છે. હરિદ્વાર થી કેદારનાથ જતી વખતે ભેખડો ખસી પડતા કાર દબાઈ હતી. જેમા કારમાં સવાર ચાર ગુજરાતી સહિત પાંચના મોત થયા હતા.આ ઘટનામાં મહેમદાવાદમાં રહેતા ટ્રાવેલ્સ એજન્ટ દિવ્યેશ પરીખનું મોત થતા પરીવારમા શોકની લાગણી વ્યાપી છે. સાથેજ આ ઘટનાની જાણ મહેમદાવાદમા પરિવારને થતા પરિવારજન હરિદ્વાર જવા રવાના થયો છે.
ADVERTISEMENT
ભૂસ્ખલનમાં સ્વીફ્ટ કાર દબાઈ ગઈ
ઉત્તરાખંડમાં આજે હરિદ્વારથી કેદારનાથ જવાના રસ્તા પર ભૂસ્ખલનની ઘટના બની હતી. આ ઘટનામાં સ્વીફ્ટ ડિઝાયર કાર દબાઈ ગઈ હતી. જેમાં સવાર પાંચ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અને જેમાથી 4 ગુજરાતી હોવાનું સામે આવતા મૃતકોના પરીવાર ચિંતિત બન્યો હતો. અને તમામની ઓળખ થતા 4 પૈકી એક ગુજરાતી ખેડા જીલ્લાના મહેમદાવાદના રણછોડજીની પોળમા રહેતા દિવ્યેશ પરીખ હોવાનુ સામે આવતા મહેમદાવાદ રહેતા તેમના પરીવારમા શોકની લાગણી છવાઈ છે. અને તુરંત પરીવાર હરિદ્વાર જવા રવાના થયો છે.
એફિલ ટાવરને બોમ્બથી ફૂંકી મારવાની મળી ધમકી, તમામ ટૂરિસ્ટ્સને કાઢ્યા
મિત્ર વર્તૂળ અને પરિવારમાં શોક
મહેમદાવાદમા રહેતા દિવ્યેશભાઈનું મોત થતાં મહેમદાવાદમાં તેમના મિત્રો વર્તુળોમાં ગમગીની છવાઈ છે. દિવ્યેશભાઈ પોતે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. સાથે જ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ મહેમદાવાદમાં એકલા રહેતા હતા અને અપરીણત હતા. વધુમાં તેમના ભાઈ વડોદરા રહે છે. બનાવની જાણ થતાં શહેર મામલતદાર સંગ્રામસિંહ બારૈયા શનિવારે સવારે તેમના ઘરની મુલાકાતે પહોંચ્યા હતા. પરંતુ ઘરે તાળુ હોવાનું મામલતદારે જણાવ્યું છે. સાથે જ વડોદરા રહેતા દિવ્યેશભાઈના ભાઈ પોતાના ભાઈનો મૃતદેહને લેવા હરિદ્વાર ગયા હોવાની વિગતો સામે આવી છે.
મહત્વનુ છે કે છેલ્લા 24 કલાકમા 8 જેટલા ખેડા જિલ્લામાં રહેતા લોકોનું અકસ્માતે મોત થવાની ઘટના સામે આવતા જિલ્લામાં અરેરાટી ફેલાઈ છે. એક તરફ કઠલાલના સુંદણા ગામની 6 લોકોની ચિતાની આગ હજી ઠરી નહોતી ત્યાં વધુ એક વ્યક્તિનુ અકસ્માતે મોત થવાની ઘટના બની છે.
ADVERTISEMENT