અમદાવાદ : મહાઠગ કિરણ પટેલ હાલ સમગ્ર ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને પણ ઉલ્લુ બનાવનાર મહાઠગ કિરણ પટેલને ખુલ્લો પાડનાર અને તેમની ઠગાઇનો ભોગ બની ચુકેલા ડોક્ટર અતુલ વૈદ્ય સાથે GUJARATTAK એ ચર્ચા કરી હતી. અતુલ વૈદ્ય વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા છે. તેઓ અગાઉ કિરણ પટેલની સાથે ભાજપના કાર્યકર્તા હોવાથી મળી ચુક્યા હતા. જેથી કિરણ સાથે તેમનો સામાન્ય પરિચય હતો. જો કે અતુલ વૈદ્યે દાવો કર્યો હતો કે, મહાઠગ કિરણ પટેલ મોટી મોટી વાતો કરવામાં અને લોકોને આંજી દેવામાં માહેર હતો. તેની બોલચાલની રીત અને કથિત રૂતબા આગળ ભલભલા આઇએએસ અધિકારીઓ પણ પાણી ભરતા અને તેનાથી અંજાઇ જતા. અતુલ વૈદ્યના અનુસાર તે મોટા મોટા સચિવ કક્ષાના અધિકારીઓને પણ બદલી કરાવી પોતાના મનપસંદ સ્થળોએ પોસ્ટિંગ અને ટ્રાન્સફરના વચનો આપતો હતો. ભુતકાળમાં પણ અનેક બદલીઓ તેણે કરાવી હોવાના તે દાવા કરતો હતો.
ADVERTISEMENT
દિલ્હીના બિલ્ડર ગ્રુપને ફસાવ્યું હોવાનો દાવો
દિલ્હીના એક બિલ્ડર ગ્રુપને પણ તેણે આ રીતે ફસાવ્યું હતું. પીએમઓમાંથી એક કામ કઢાવી આપવાના બહાને 25 લાખ રૂપિયા લીધા હતા. જો કે બિલ્ડર દ્વારા પીએમઓમાં તપાસ કરાવાતા આવી કોઇ વ્યક્તિ નહી હોવાનું સામે આવતા તે બિલ્ડર ગ્રુપ દ્વારા પૈસા પરત માંગવામાં આવ્યા હતા. જો કે તેણે 15 લાખ રૂપિયા પરત આપ્યા હતા અને 10 લાખ રૂપિયાની ધાક ધમકી આપીને પરત આપવાનો ઇન્કાર કર્યો હતો. બિલ્ડર પર ગભરાઇ જઇને 10 લાખ રૂપિયા જતા કરી દીધા હતા.
બિલ્ડર ગ્રુપ ટુંક સમયમાં ફરિયાદ દાખલ કરે તેવી શક્યતા
જો કે હવે જ્યારે આ ઠગનું સમગ્ર તરકત બહાર આવ્યું છે ત્યારે એક પછી એક પીડિતો સામે આવી રહ્યા છે. આ અતુલ વૈદ્ય થકી કિરણ પટેલના સંપર્કમાં આવનાર તે બિલ્ડર ગ્રુપ પણ ઠગ વિરુદ્ધ ફરિયાદ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. ટુંક સમયમાં તેઓ દિલ્હીમાં મહાઠગ વિરુદ્ધ 10 લાખ રૂપિયા પડાવ્યાનો કેસ દાખલ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઠગનો દાવો હતો કે, વડાપ્રધાને જમ્મુ કાશ્મીર અને હિમાચલનો હવાલો તેને સોંપ્યો છે. ત્યાંની રાજનીતિથી માંડીને તમામ પ્રકારની ગતિવિધિ પર તે ધ્યાન રાખે છે. જો તમારે કોઇ પણ કામ કરાવવું હોય તો સરળતાથી તે કરાવી શકે છે. આ તમામ તેના અન્ડરમાં જ આવે છે. જો કે હવે તેનો ભાંડો ફુટી જતા અત્યારથી તેની આભામાં રહીને ચુપ રેલા લોકો એક પછી એક બહાર આવી રહ્યા છે.
ADVERTISEMENT