Mahashivratri 2024: ભવનાથ મેળો બનશે ડિજિટલ, પ્રથમ વખત થશે QR code નો ઉપયોગ

વહીવટીતંત્રે મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્કેન કોડ જારી કર્યો છે

મહાશિવરાત્રિનો ભવ્ય મેળો બન્યો ડિજિટલ

Mahashivratri 2024

follow google news

Mahashivratri 2024: જૂનાગઢમાં 5 માર્ચથી 8 માર્ચ દરમિયાન મહાશિવરાત્રિનો ભવ્ય મેળો યોજાવા જઈ રહ્યો છે, જેને મિની કુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે. કુંભ મેળાની જેમ અહીં દેશભરમાંથી નાગસાધુઓ અનોખી પ્રથાઓ કરવા આવે છે અને અહીં પણ તેઓ તપસ્યા કરે છે અને લાખો લોકો તેમને જોવા આવે છે.

મહાશિવરાત્રિનો ભવ્ય મેળો બન્યો ડિજિટલ

આ વખતે, વહીવટીતંત્રે મેળામાં આવતા મુસાફરોની સુવિધા માટે ડિજિટલ સ્કેન કોડ જારી કર્યો છે. આ મોબાઈલ એપ્લીકેશન દ્વારા QR કોડની મદદથી ભવનાથ મેળામાં તમામ મંદિરના પાર્કિંગ, મહત્વની સુવિધાના સ્થળો, રવેડી શોભા યાત્રાનો રૂટ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન સુધી પહોંચવાનો માર્ગ, સાંસ્કૃતિક કાર્યક્રમ સ્થળ, શૌચાલય વગેરેનો નકશો તૈયાર કરવામાં આવશે. 

લોકોની સુરક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ 

જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુવિધાથી લોકોને સરળતા રહેશે અને વહીવટીતંત્રને પણ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં સરળતા રહેશે.ભારત અને વિદેશથી આવતા યાત્રિકોને મેળામાં મુસાફરી કરવામાં કોઈ અસુવિધાનો સામનો કરવો પડશે નહીં. ઉપરાંત મોટા પ્રમાણમાં અહીં લોકો આવે છે માટે તેની સુરક્ષાના હેતુથી પણ આ નિર્ણય ખુબ જ ઉત્તમ સાબિત થઇ શકે છે.

QR કોડથી ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે

QR કોડ દ્વારા પોલીસ ચોકી, ફાયર બ્રાન્ચ, મહાનગરપાલિકાના સુવિધા કેન્દ્ર જેવી મહત્વપૂર્ણ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી શકાય છે. જૂનાગઢના આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, જેથી તેમના માટે રસ્તો શોધવામાં સરળતા રહેશે. સ્કેન કોડનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે ભવિષ્યમાં કુંભ મેળામાં પણ થઈ શકે છે. ધર્મને ડિજિટલ સાથે જોડતો આ ઉત્સવ મેળો ખાસ બન્યો છે.

(બાઈલાઈન: ભાર્ગવી જોશી, જૂનાગઢ)

    follow whatsapp