વડોદરાઃ વડોદરાના દબંગ ધારાસભ્યોમાં ગણતરી પામતા પૂર્વ ધારાસભ્ય મુધુ શ્રીવાસ્તવ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ કપાયા પછી તો નારાજ થયા જ હતા પરંતુ તે પછી ભાજપની સામે પડી અપક્ષ ચૂંટણી લડવામાં મળેલી હારથી તેઓ વધુ ગીન્નાયા છે. તેમણે આ મામલામાં ભાજપને પાઠ ભણાવવાનું મન જાણે બનાવી લીધી હોય તેવું તેમનું નિવેદન સામે આવ્યું છે. તેમના કહેવાના અર્થ પ્રમાણે તેઓ આગામી સમયમાં યોજાનારી 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ અને વ્યક્તિઓને પાઠ ભણાવવાના પ્લાનમાં છે.
ADVERTISEMENT
નવસારીમાં પરિવાર આખો મોતની ચાદર ઓઢી ગયોઃ બાળકોને પતાવી માતા-પિતાનો આપઘાત
શું કહ્યું મધુ શ્રીવાસ્તવે
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ભાજપ સામે પડી ચૂંટણી લડનાર અને બાદમાં હાર પછી પક્ષમાંથી પણ હાંકી કઢાયેલા નેતા મધુ શ્રીવાસ્તવ આજે પણ દબંગ અવાજથી પોતાના વિરોધીઓની સામે પડી જાય છે. તેમણે પોતાના વિરોધીઓને આજે ખુલ્લી ચેલેન્જ ફેંકી છે. તેમણે કહ્યું કે, મારી ટિકિટ કાપવામાં આવી છે, વડોદરાના સાંસદ અને અન્યો કે જેમના કારણે મારી ટિકિટ કપાઈ છે તે તમામનો હું 2024ની ચૂંટણીમાં વિરોધ કરવાનો છું અને તેમાં કોઈ પ્રશ્ન નહીં આવે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT