ગાંધીનગરઃ માજી સૈનિકોએ પોતાની 14 માગ મુદ્દે અત્યારે ગાંધીનગર સચિવાલય ખાતે આંદોલન શરૂ કરી દીધું છે. આ અંગે ત્યાં પ્રદર્શન કરી રહેલા પૂર્વ સૈનિકે કોર્ડન કરાઈ દેવાથી લઈને અન્ય મુદ્દાઓ પર વિશે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે અમારી હજુ 2થી 3 બસ તૈયાર છે, જો માગ પૂરી નહીં થાય તો અમે આંદોલનને વધુ ઉગ્ર સ્વરૂપ આપી દઈશું. વળી સવારે 5 વાગ્યાથી સૈનિકો પોતાના પરિવારજનો સાથે સફેદ કપડા પહેરી સચિવાલય પહોંચ્યા હતા.
ADVERTISEMENT
સૈનિકોની આટલી માગ સ્વીકારાઈ
અત્યારે શહીદ જવાનોના પરિવારને 1 કરોડ રૂપિયાની સહાય આપવાથી લઈ, બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવાની માગણી સ્વીકારવામાં આવી છે. આની સાથે શહીદ જવાનના માતા-પિતાને દર મહિને 5 હજાર રૂપિયા આપવાની સ્વીકૃતી થઈ શકે છે. આની સાથે જ દિવ્યાંગ જવાનને 2.5 લાખ અથવા દર મહિને 5 હજાર રૂપિયાની રાહત આપવા સ્વીકૃત કરાઈ હતી. વળી જો જવાન અપરિણીત હશે તો એના માતા-પિતાને 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
આંદોલનકારીની ચિમકી, કોર્ડન કરેલા આર્મી ઓફિસરને છોડો
ગાંધીનગરમાં પ્રદર્શનકર્તાએ જણાવ્યું હતું કે અમને ઘરમાં ગોંધી રાખ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી અમે સૈનિકોની પડતર માગણી મુદ્દે સરકારને અપિલ કરી રહ્યા છે. પરંતુ આ મુદ્દે હજુ સુધી ચોક્કસ નિર્ણય લેવાયો નથી. વળી અમારી તમામ માગણીનો સ્વીકારવા માટે અમારા પર દબાણકારી નીતિ પણ અપનાવવામાં આવી છે. વધુમાં પ્રદર્શન કરી રહેલા અધિકારીએ જણાવ્યું કે મને પણ કોર્ડન કરવામાં આવ્યો હતો.
આંદોલન વધુ ઉગ્ર બને એવી ચર્ચા
પ્રદર્શન કરી રહેલા એક્સ આર્મી ઓફિસરે વધુમાં જણાવ્યું કે સરકાર આ દબાણકારી નીતિ બંધ કરે. અમારી 2થી 3 બસો તૈયાર છે, જો જૂરર પડશે તો તેમને અહીં બોલાવી દઈશું.
ADVERTISEMENT