ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે કાલોલ બેઠકના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં માગ કરવામાં આવી છે કે લગ્નની નોંધણી અને કોર્ટ મેરેજમાં માતા પિતાની સહી ફરજિયાત કરવામાં આવે. તેમણે કરેલી આ માગને કારણે લવ મેરેજ કરનારાઓને તકલીફો ઊભી થઈ શકે છે. ખાસ કરીને એવા યુગલો જેઓ એકબીજાને પ્રેમ કરે છે પરંતુ પરિવાર લગ્નની વિરુદ્ધમાં છે તેવા સંજોગોમાં જો આ કાયદો બને છે તો મુશ્કેલીઓ ઊભી થશે.
ADVERTISEMENT
ડો. ચગ મામલે MP સામે ફરિયાદ ન નોધવા પર જુનાગઢ IG, SP અને PIને હાઈકોર્ટની
લગ્નની નોંધણી પણ જન્મ થયો તે જ જિલ્લામાં થાયઃ ધારાસભ્ય
કાલોલ બેઠકના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કરવામાં આવેલી માગ પ્રમાણે, કોર્ટ મેરેજમાં માતા પિતાની સહિ ફરજિયાત કરવામાં આવે. માતા પિતાની સહી વગર લગ્ન ન થવા જોઈએ. સાથે જ જન્મ થયો છે ત્યાં જ લગ્નની નોંધણી કરવામાં આવે તેવી પણ માગ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે તેના કારણે પ્રેમ લગ્ન કરનારા યુગલો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે જો આ અંગે વિધાનસભામાં કાયદો પસાર થાય તો. જોકે હજુ સુધી આ મામલે સરકારનું સ્ટેન્ડ શું છે તે સ્પષ્ટ થયું નથી.
ફતેસિંહે ડાયરામાં શું કહ્યું
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT