ધનેશ પરમાર.બનાસકાંઠાઃ ભારત ધર્મનિરપેક્ષ દેશ છે પ્રાથમિક પાઠ્યપુસ્તકોમાં ભારત મારો દેશ છે સર્વ ભારતીયો મારા ભાઈ બહેન છે. તે પ્રતિજ્ઞા પત્ર આજે પણ પાઠ્યપુસ્તકોમાં પ્રચલિત છે. જોકે હાલમાં દેશમાં જે પ્રમાણેનું ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે તે ધાર્મિક ઝેરના માહોલમાં સતત નફરતી ઘટનાઓ વચ્ચે જ્યારે પણ તમામ ધર્મ વચ્ચેના પ્રેમની કોઈ ઘટના સામે આવે ત્યારે કેટલી વ્હાલી લાગે છે. આવી જ એક ઘટના ગુજરાતમાં બની છે. કોમી એકતાની ભાવના સાથે પાલનપુરના ગઠામણ ગામની એક ગરીબ પરિવારની ઠાકોર સમાજની દીકરીનું ધર્મના ભાઈ બનેલા મામા એવા મુસ્લિમ પરિવારના સદસ્યોએ વાજતે-ગાજતે, સન્માન સાથે કન્યાદાન કરતા, આ કિસ્સો પ્રેરણાદાઇ બન્યો છે.
ADVERTISEMENT
મુસ્લિમ ભાઈએ બહેનને આપ્યું હતું મામેરાનું વચન
પાલનપુરના ભાવીસણાના રહેવાસી અને હાલ ગઠામણ પાટીયા નજીક રહેતા ઠાકોર સમાજના પરિવારના મોભી કોરોનામાં મરણ ગયા હતા. જેથી આ પરિવારની લાડકવાઈ દીકરીએ પિતાનું છત્ર છાયા ગુમાવ્યું હતું. કોરોનામા પતિ અજમલજીનું મૃત્યુ થતાં તેમના ધર્મપત્ની કેસીબેન ઠાકોર પર પરિવારની નિભાવની જવાબદારી આવી હતી. જોકે પાલનપુરના વસીમભાઈ મસરૂફ અહેમદ મહેબૂબબક્ષ શેખ દ્વારા 20 વર્ષ અગાઉ કેસીબેન ઠાકોરને પોતાની ધર્મની બહેનમાની ભાઈબહેનનો નવીન સબંધ સ્થાપિત કરાયો હતો. છેલ્લા 20 વર્ષથી કેસીબેન પોતાના મુસ્લિમ ભાઈને રાખડી બાંધતા હતા. વસિમે પોતાની ધર્મની બહેનને વચન આપ્યું હતું કે તે કેશિબેનની દીકરીના લગ્ન પ્રસંગમાં મામાનું દાયિત્વ નિભાવી, તેનું મામેરું કરશે. જોકે કેસીબેનનો ધર્મનો ભાઈ વસીમ પણ થોડા સમય અગાઉ મૃત્યુ પામ્યો હતો. વસીમ કુરેશીની અલવીદા પછી પણ ચોંકાવનારી બાબતએ હતી કે વસીમના વચનને તેમના પરિવારે અને તેમાં પણ ખાસ કરીને તેમના માતા પિતાએ યાદ રાખ્યું હતું.
નવસારીઃ ફાર્મ હાઉસમાં 6 વ્યક્તિની લક્ઝૂરિયસ પાર્ટીમાં ભંગઃ 43,000નો તો ખાલી દારુ જ પકડાયો, બાકી…
વસીમ કુરેશીના માતાપિતાએ પિતા વિહોંણી દીકરીનું કર્યું મામેરું
પોતાના પતિના મોત બાદ કેસીબેન ઠાકોરે પોતાની બે દીકરીઓને મોટી કરી હતી. જોકે લગ્ન લાયક દીકરીઓ થતા તાજેતરમાં જ રીંકુબેન ઠાકોરના લગ્ન લેવાયા હતા. ત્યારે 20 વર્ષથી રાખડીના સંબંધથી પોતાના ભાઈ બનેલા વસીમ કુરેશીના ઘેર પણ કેસીબેને પોતાની દીકરીના લગ્ન પ્રસંગની કંકોત્રી પહોંચાડી હતી. જોકે મૃત પુત્ર વસીમ કુરેશી જેને 20 વર્ષથી રાખડી બાંધતા હતા. તે કેસીબેન ઠાકોરની દીકરી રિંકુંબેન ઠાકોરના લગ્નની આતુરતાપૂર્વક વસીમના માતાપિતા પણ રાહ જોતા હતા. કેમકે તેમને મન તો જાણે પોતાની જ દીકરીના ઘેર આ પ્રસંગ હતો. તેઓએ રિંકુના નાના નાની બની પ્રસંગ દીપાવી મામેરું કરવાનું હતું. જેમાં વસીમભાઈનું વચન પૂરું કરવા તેના પિતા મશરૂફભાઈ કુરેશી અને તેમની ધર્મપત્ની નસીમબાનું કુરેશી આગળ આવ્યા હતા. જેઓએ પુત્રી રિંકુના લગ્ન પ્રસંગમાં હાજરી આપી તેનું મામેરું કર્યું હતું. જેથી સમગ્ર જિલ્લામાં આ મામેરું કોમી એકતાની મિશાલ બની હતી.
ADVERTISEMENT