વેવાઈ-વેવાણનું ચક્કરઃ ગાંધીનગરનો પરિવાર વેવાઈના વારંવાર આંટાફેરાથી કંટાળ્યો અને…

ગાંધીનગરઃ ગુજરાતમાં અગાઉ પણ વેવાઈ-વેવાણના પ્રણયની કહાનીને લઈને ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. જોકે એક તરફ કહેવાય છે કે પ્રેમની ઉંમર ન હોય ત્યાં બીજી…

love

love

follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં અગાઉ પણ વેવાઈ-વેવાણના પ્રણયની કહાનીને લઈને ભારે ચર્ચાનો માહોલ સર્જાયો હતો. જોકે એક તરફ કહેવાય છે કે પ્રેમની ઉંમર ન હોય ત્યાં બીજી બાજુ એવું પણ કહેવાય છે કે પ્રેમ આંધળો પણ હોય. અહીં હાલ માત્ર ઘટના શું બની છે તેના પર જ વાત કરીએ તો ગાંધીનગરમાં એક પરિવાર વેવાઈ અને વેવાણ વચ્ચેના પ્રણય ચક્કરને કારણે પરેશાન છે. પરિવારે ઠપકો આપ્યો, સમજાવ્યા ઘણા પ્રયત્નો કર્યા પણ બંને સમજવા તૈયાર ન થયા. મોબાઈલ લઈ લીધો તો વેવાઈના આંટાફેરા વધી ગયા. હવે આખો મામલો 181 અભયમ હેલ્પલાઈન સુધી પહોંચ્યો છે ત્યારે અભયમની ટીમે આ પ્રેમી પંખીડાઓનું કાઉન્સેલીંગ કરી પ્રેમ સંબંધનો અંત આણવાની લેખિત બાંયેધરી લીધી છે.

1 વર્ષથી વેવાઈ-વેવાણ રિલેશનશીપમાં
ગાંધીનગર પાસેના એક ગામમાંથી થોડા દિવસ પહેલા 181 અભયમ હેલ્પ લાઈન પર કોલ આવ્યો, આ કોલમાં વ્યક્તિએ જણાવ્યું કે, એક મહિલાને તેમના વેવાઈ વારંવાર મળવા આવતા જે તેમને પસંદ નથી જેથી તેમને સમજાવવા થર્ડ પાર્ટી કોલર તરીકે તે મહિલાના દીકરાએ વેવાઈને સમજાવવા મદદ માગી છે. જેથી 181 ટીમ આપેલા સરનામે પહોંચી મહિલા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે પોતે વિધવા છે તેમને બે દિકરા છે અને બંને દિકરાના લગ્ન થઈ ગયા છે. જેમાં પોતે એક વર્ષથી તેઓના વેવાઈ સાથે રિલેનશીપમાં હતા અને ફોન કોલ્સ તેમજ મેસેજથી વાતચીત કરતા હતા. વેવાઈ ક્યારેક ઘરે પણ મળવા આવતા હતા.

કુનો નેશનલ પાર્કમાં વધારે એક ચિત્તાનું મોત, ઇનફાઇટમાં મોત થયાનો તંત્રનો દાવો

ઘટનાની જાણ થઈ દિકરાને
ગાંધીનગરના ઈન્ફોસિટી વિસ્તારમાં રહેતા 67 વર્ષીય વેવાણ અને 70 વર્ષના વેવાઈ એક બીજાના પ્રેમમાં પડી જતા ઘરમાં ભારે ધમાસાણ મચ્યું છે. એક તરફ પતિના અવસાન પછી એકલવાયું જીવન અને આ તરફ સામાજીક પ્રસંગોમાં અવારનવાર બંનેનું મળવાનું થતું અને સુખ-દુખની વાતોમાં પ્રેમ પાંગર્યો. બંને એક બીજાને મળવાની તકો શોધવા લાગ્યા, સંતાનના હાથે માતા-પિતાનું ચક્કર પકડાઈ જાય પછી શું થાય તે આ બંને પ્રેમીઓને જ ખબર છે, બંને પ્રેમીઓ માટે પણ હાલનો સમય ઘણો વ્યથીત કરી દેનારો વીતી રહ્યો છે.  દીકરીના પિતા અને દિકરાના માતા વચ્ચેના પ્રેમ પ્રકરણે પરિવારની ઉંઘ બગાડી દીધી છે. વેવાણે આ મામલે કહ્યું કે, તેના દિકરાને આ સમગ્ર પ્રેમ સંબંધ અંગેની જાણ થતાં તેમણે આ બાબતને લઈને વિરોધ ઉઠવી જેનાથી સામાજિક પ્રતિષ્ઠા ઓછી થાય છે અને આટલી ઉંમરે બધા વાતો કરે જે સારું ના કહેવાય આવું માતાને સમજાવ્યું હતું. પુત્ર એટલો ગુસ્સે થયો હતો કે તેણે માતા પાસેથી ફોન લઈ લીધો હતો. આમ વેવાઈ અને વેવાણનો ફોન દ્વારા કોન્ટેક બંધ થઈ ગયા હતા. જોકે અહીં પ્રેમ સંબંધ પુરા થતા નથી, વેવાઈને વેવાણ ઉપર નજર રાખી ઘરની બહાર મળવાનું નક્કી કર્યું. જેમાં વેવાઈ અને વેવાણ ઘર નજીક આવેલા મદિરે મળ્યા હતા. જ્યાં મળ્યા ત્યારે વાતચીત કરી હતી અને તેની પણ જાણ દિકરાને થઈ જતાં ઘરે બબાલ થઈ ગઈ હતી.

આ મામલે પરિવારના લાખ પ્રયત્નો છતા બંને માનવા તૈયાર ન થતા આખરે આ બંને પ્રેમીઓને સમજાવવા 181 અભયમ હેલ્પલાઈનની મદદ લેવાઈ હતી. તેમને બન્નેને સમજાવવા મદદ માગી હતી. 181 હેલ્પલાઈનું કહેવું છે કે, અમારા દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું જેમાં વેવાણે જણાવ્યું કે, પોતે વાતચીત કરવાનું ના પાડવા છતાય વેવાઈ આવી રીતના મળવા આવી જાય છે અને દિકરા સાથે બબાલ થતાં અને વેવાઈના ઘરે પણ બબાલ થતાં અને મને દિકરાનો ડર લાગે છે કે દીકરાએ ના પાડવા છતાય હું મળવા જાવ છું. આમ વેવાણ દ્વારા જણાવતા અમે વેવાઈને સમજાવ્યું કે તેઓ વેવાણની મરજી વિરુદ્ધ તેમની સાથે જોર જબરસ્તી વાતચીત ના કરે તેમજ તેમને આમ વારંવાર ગમે ત્યાં મળવાની કોશિશ ના કરે જેની લેખિતમાં બાહેંધરી લીધી અને આમ વેવાઈ અને વેવાણના પ્રેમ સંબંધને લઈને થયેલા પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવ્યું છે.

    follow whatsapp