અમદાવાદ : બિપોરજોય વાવાઝોડુ લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. 125 કિલોમીટરની સ્પીડથી પવન ફૂંકાઇ રહ્યો છે. જખૌ પોર્ટથી 50 કિલોમીટર દુર આવેલું છે. કચ્છ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં વત્તીઓછી અસર જોવા મળી રહી છે. અનેક સ્થળો પર વૃક્ષ અને વિજળીના થાંભલાઓ ધરાશાયી થઇ ગયા છે. ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સેંકડો વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થઇ ચુક્યાં છે.
ADVERTISEMENT
નવલખી પોર્ટની આસપાસના મોટા ભાગના ઝાડ ઉડી ગયા છે. ચિમીના કમ્પાઉન્ડની વોલ ઉડી ગઇ છે. ચિમનીના છાપરા પણ ઉડી ગયા છે. ચિમની પણ ગમે તે ઘડીએ તુટી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત જેતલસર જંક્શનના ભારે પવનના કારણે વીજપોલ ધરાશાયી થયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વૃક્ષો અને વિજપોલ ધરાશાયી થયા છે. 900 થી વધારે ઝાડ તુટી પડ્યા છે તેવું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં ભારે નુકસાનીની આશંકા છે.
કચ્છના નલિયાના જખૌમાં વાવાઝોડા બિપરજોયની અસરના કારણે અનેક પેટ્રોલપંપના છાપરા ઉડી ગયા છે. પોર્ટ પર પણ ખુબ જ નુકસાન થયું હોવાનું અનુમાન છે. જો કે હાલ પોર્ટ પર કોઇને જવા દેવામાં નથી આવી રહ્યા. જેના કારણે હજી સુધી નુકસાનીનો કોઇ અંદાજ હાલ નથી. રાત થઇ ગઇ હોવાના કારણે રાહત અને બચાવ કામગીરીમાં પણ વિઘ્ન આવી રહ્યા છે. હાલ તો તમામ પ્રકારની ટીમો રાહત અને બચાવકામગિરીમાં લાગી ચુક્યા છે.
ADVERTISEMENT