દ્વારકા : જગતમંદિર મંદિરમાંથી આજે ખુબ જ આઘાતજનક દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યાં દ્વારકાધીશના મંદિરમાં કેટલાક લોકો દ્વારા પૈસા ઉડાડવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. વિષ્ણુભગવાનના પત્ની લક્ષ્મીજી છે. દ્વારકા મંદિરમાં પૈસા ઉડાડવામાં આવતા એક પ્રકારે માતાજીનું સ્પષ્ટ અપમાન ભગવાનની નજરો સામે જ થયું હતું. કોઇ પણ પતિ શું ક્યારે પોતાની પત્નીનું અપમાન સહન કરી શકે ખરો? પૈસા ઉડાવનારને લાગ્યું હશેકે આપણે ખુબ જ અનોખુ કામ કરી રહ્યા છીએ પરંતુ ભગવાન રાજી થયા કે દુખી થયા કે ક્રોધિત થયા તે તો ભગવાન જ જાણે… આ તકે આદિલ મનસુરીનો એક શેર યાદ આવે કે…
ADVERTISEMENT
માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.
જો કે હાલ તો આ વીડિયો વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. કડક પોલીસ ચેકિંગ હોવા છતા પણ મોબાઇલ અંદર કઇ રીતે ગયા. અને મંદિરના ગર્ભગૃહમાંથી વીડિયો કઇ રીતે ઉતારવામાં આવ્યા તે પણ સવાલો ઉઠી રહ્યા છે. બીજી તરફ સવાલો એવા પણ ઉઠી રહ્યા છે કે, પૈસા ઉડાવનાર વ્યક્તિને પુજારી દ્વારા પણ અટકાવવામાં આવ્યા નહોતા. તેમણે પણ એટલું કષ્ટ ઉઠાવ્યું નહોતું કે પૈસા ભગવાન પર ન ઉડાવવા જોઇએ.
મને આ જોઇને હસવું હજારો વાર આવે છે
પ્રભુ, તારા બનાવેલા તને આજે બનાવે છે.
ADVERTISEMENT