Mehsana News: મહેસાણામાં જોટાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખના ઘરમાં ધોળા દિવસે લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. સોમવારે પાંચ જેટલા બુકાનીધારીઓ બપોરના સમયે ઘરમાં ત્રાટક્યા હતા અને 3 મહિલા અને બે બાળકોને બંધક બનાવીને સોનું-ચાંદી તથા રોકડ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ લૂંટી લીધો હતો. ઘટનાની જાણ થતા પોલીસનો કાફળો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને લૂંટારૂઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
ADVERTISEMENT
કોંગ્રેસ પ્રમુખના ઘરે લૂંટની ઘટના
જોટાણામાં કોંગ્રસના તાલુકા પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે તેમના પત્ની, માતા, દાદી અને બે બાળકો હાજર હતા. બપોરે પાંચ જેટલા બુકાનીધારી બંદૂક અને છરા સાથે ઘરમાં ત્રાટક્યા હતા. જેમણે ત્રણેય મહિલા અને બે બાળકોને બંદૂક બતાવીને સાડીથી બાંધીને એક રૂમમાં પૂરી દીધા હતા. પછી બે બાળકોના લમણે બંદૂક રાખીને ઘમકાવ્યા અને ઘરમાં પડેલા તમામ દાગીના શોધીને લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
ઘરમાં 30 તોલા સોનું હતું
ઘટના બાદ મૃગેશ પટેલે જણાવ્યું હતું કે, તેઓ બપોરે જમીને પોતાના કામથી બહાર નીકળ્યા હતા. ત્યારે લૂંટારૂઓ ઘરમાં પ્રવેશ્યા હતા ને અંદાજે 30 તોલા જેટલું સોનું લૂંટી ગયા હતા. બનાવની જાણ થતા જ મહેસાણા LCB, SOG સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
થોડા દિવસ પહેલા ભાજપના MLAના ઘરે થઈ હતી લૂંટ
નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા મેઘરજમાં પણ ભિલોડાના ધારાસભ્યના ઘરે ચોરીની ઘટના બની હતી. ઘરમાં એકલા રહેલા પત્નીને બંધક બનાવીને બે લૂંટારૂઓ રોકડ તથા દાગીનાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જોકે પોલીસે થોડા સમયમાં જ બે શંકાસ્પદને ઝડપી લીધા હતા.
(ઈનપુટ: કામિની આચાર્ય)
ADVERTISEMENT