Lok Sabha Election 2024: વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત ગુજરાત માટે તો ખુબ જ ફળદાયી રહી. અનેક પ્રકલ્પોનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. જો કે પીએમ મોદીની મુલાકાત બાદ ગુજરાત ભાજપમાં પણ અચાનક હલચલ જોવા મળી રહી છે. અત્યાર સુધી ગાઢ નિંદ્રા માણી રહેલું ભાજપ અચાનક સફાળુ જાગીને બેઠું થયું હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના વિવિધ હોદ્દેદારો દ્વારા જૂનાગઢ,બનાસકાંઠા, મહેસાણા, રાજકોટ સહિતની બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ADVERTISEMENT
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કરી ટિકિટની માંગણી
મળતી માહિતી અનુસાર, મહેસાણા લોકસભા બેઠક પરથી 20થી વધુ લોકોએ બાયોડેટા આપ્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા થઈ રહેલા એવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે લોકસભા મહેસાણા બેઠક માટે ટિકિટ માંગી છે. આ માટે નીતિનભાઈના પર્સનલ પી.એ બાયોડેટા સાથે સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા.
જાણો રાજકોટમાં શું રહ્યો કાર્યકર્તાઓનો સૂર..
તો બીજી તરફ રાજકોટ લોકસભા બેઠકની સેન્સ પ્રકિયા પણ પૂર્ણ થઇ ગઈ છે. નિરીક્ષક મયંક નાયક અને માલતી મહેશ્વરી દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. તેમાં મયંક નાયક દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે, કાર્યકરો દ્વારા એક જ રજૂઆત કરવામાં આવી છે કે જેને ટિકિટ મળશે તેને 5 લાખ થી વધુની લીડથી જીતાડીશું. વધુમાં તેમણે જણાવ્યું કે, ટિકિટ કોને આપવીએ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે. મોહન કુંડારિયા,વર્તમાન સાંસદ
ભરત બોઘરા, મનીષ ચાંગેલા, દિપીકા સરડવા, મહિલા મોરચા, જ્યોતિ ટીલવા, અલ્પેશ ઢોલરીયા, પુષ્કર પટેલ સહિતના આગેવાનોએ ટિકીટની માંગણી કરી.
75થી વધુ અપેક્ષિત દાવેદારોએ સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો
જો બનાસકાંઠાની વાત કરવામાં આવે તો ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા અને કૈલાસબેન પરમાર તેમજ પિયુષ પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી.આ સેન્સ પ્રક્રિયામાં સાંસદ પરબત પટેલ પૂર્વ સાંસદ હરિભાઈ ચૌધરી તેમજ ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત 75થી વધુ અપેક્ષિત દાવેદારો સેન્સ પ્રક્રિયા માટે જિલ્લા ભાજપ કાર્યલય ખાતે પહોંચ્યા હતા.
ADVERTISEMENT