કેવડિયાનું નામ બદલીને એકતા નગર કરાતા સ્થાનિકોનો વિરોધ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારનું નામ કેવડિયાથી બદલીને એકતા નગર કરી દેવાયું છે, જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, એકતા…

gujarattak
follow google news

નરેન્દ્ર પેપરવાલા/નર્મદા: સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તારનું નામ કેવડિયાથી બદલીને એકતા નગર કરી દેવાયું છે, જેને લઈને સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, એકતા નગરનું નામ ફરીથી કેવડિયા નહીં કરવામાં આવે તો આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ વોટ પણ નહીં આપે અને વોટિંગ દરમિયાન પોતાના ઘરને તાળાબંધી કરી દેશે.

કેવડિયાનું નામ બદલાતા વિરોધ
દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મુખ્ય ગામ કેવડિયા દુનિયાના નક્શા પર આવી ગયું છે. કારણ કે અહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ નજીકમાં આવેલો છે. સાથે જે કેવડિયામાં સરકારના સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવાઈ છે, જે બાદ તેનું નામ બદલીને એકતા નગર કરી દેવાયું છે. હવે આ મામલે સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે. તેમનું કહેવું છે કે તેમના ગામનું નામ કેવડિયા છે અને તે જ રાખવું જોઈએ, આ જ તેમની ઓળખ છે. એકતા નગર નામ કરવામાં આવ્યું છે તે સંવિધાનની વિરુદ્ધ છે.

ફોટો સૌજન્ય: નરેન્દ્ર પેપરવાલા

સ્થાનિકોએ રાજ્યપાલને આવેદન આપ્યું
લોકોએ આને લઈને ગુજરાતના રાજ્યપાલને લેખિતમાં આવેદન પત્ર આપ્યું છે અને તેમના ગામનું નામ ફરીથી કેવડિયા નહીં કરાય તો તેઓ વોટિંગ નહીં કરે અને ચૂંટણી દરમિયાન ગામ પણ સજ્જડ બંધ રાખશે. નર્મદા આદિવાસી પ્રભુત્વવાળો વિસ્તાર છે. અને આ વખતે આદિવાસી વોટો માટે દરેક પાર્ટી તેમને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતની 40 જેટલી વિધાનસભા સીટો પર આદિવાસી વોટોની અસર રહે છે અને 27 સીટો અનામત છે. સ્થાનિકોની માંગ છે કે પ્રશાસને અહીં પર અલગ-અલગ જગ્યાએ રેલવે સ્ટેશનથી લઈને બસ સ્ટેશન સુધી એકતા નગર લખેતા બોર્ડ લગાવી દેવાયા છે, સાથે જ લોકોના આઈડેન્ટીટી કાર્ડમાં પણ એડ્રેસમાં કેવડિયાની જગ્યાએ એકતા નગર કરવામાં આવી રહ્યું છે. આ બાબતને લઈને આદિવાસી સમાજમાં સરકાર પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

ફોટો સૌજન્ય: નરેન્દ્ર પેપરવાલા

શા માટે કેવડિયાનું નામ એકતા નગર કરાયું?
કેવડિયાની નજીક જ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવાઈ છે. અને આ વિસ્તારમાં ટૂરિઝમનો વિકાસ કરવા માટે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ ઓથોરિટી બનાવાઈ છે અને યુનિટીના નામના કારણે દરેક સ્થળને એકતા નામ સાથે જોડી દેવાયું છે, જે કારણે કેવડિયાનું નામ પણ એકતા નગર કરી દેવાયું છે.

    follow whatsapp