અમદાવાદ: રાજ્યમાં વિવિધ કારણોસર સ્થાનિક સ્વરાજ્યમાં બેઠકો ખાલી થટી હોય છે. આ દરમિયાન ખાલી પડેલી બેઠકો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં બે મનપાની ત્રણ બેઠકો અને વિવિધ ન.પા 29 બેઠકો પર ચૂંટણી યોજાશે. આગામી 6 ઓગસ્ટના રોજ થશે મતદાન થશે જ્યારે 8મી ઓગસ્ટના રોજ મતગણતરી બાદ પરિણામ જાહેર થશે.
ADVERTISEMENT
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પેટા ચૂંટણી જાહેર થઈ ચુકી છે. બે મનપાની ત્રણ બેઠક અને અલગ અલગ નગરપાલિકાની 29 બેઠકો ઉપર 6 ઓગસ્ટના રોજ મતદાન થશે. 17 જુલાઈથી પેટા ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થશે, ઉમેદવાર માટે 22 જુલાઈ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈએ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 25 તારીખે ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકશે. રાજ્યની બે મહાનગર પાલિકાની ત્રણ બેઠકો અને 18 નગરપાલિકાઓની 29 બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.
સામાન્ય ચૂંટણીની જાહેરાત બાકી
રાજ્યમાં વિવિધ કારણોસર ખાલી પડેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પેટા ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજે જાહેરાત કરી દીધી છે. રાજ્ય ચૂંટણી આયોગે આજથી જ જાહેરનામું અમલી કર્યું છે. જો કે, હજુ સુધી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓની જાહેરાતો બાકી છે.
ચૂંટણી અધિકારીની કરી નિમણૂક
એક તરફ રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ચુકી છે.ત્યારે બીજી તરફ રાજ્ય ચૂંટણી આયોગે રાજકોટ અને સુરત સહિત નગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારી તથા મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂંક પણ કરી દીધી છે.
અહી યોજાશે ચૂંટણી
મહાનગર પાલિકાની પેટાચૂંટણીની વાત કરીએ તો રાજકોટમાં વોર્ડ નંબર 15માં અનુસૂચિત જનજાતિ માટેની બેઠક (સ્ત્રી) પર તેમજ અન્ય સામાન્ય બેઠક પર પેટા ચૂંટણી યોજાશે જયારે સુરતમાં વોર્ડ નંબર 20માં સામાન્ય બેઠક પર પેટાચૂંટણી યોજાશે. ઉપરાંત ભાવનગર, ભરૂચ, નર્મદા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પોરબંદર, પાટણ, મહેસાણા, ખેડા, કચ્છ, ગીરસોમનાથ અને પંચમહાલ જિલ્લાની નગરપાલિકાઓમાં પેટા ચૂંટણી યોજાશે.
ADVERTISEMENT