MORBI માં સ્થાનિક પૂર્વ ધારાસભ્ય કાંતી અમૃતિયા બન્યા દેવદુત, તંત્ર પહેલા પહોંચીને અનેકને બચાવ્યા

મોરબી : દુર્ઘટના બનતાની સાથે જ મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે ઘટના અંગે માહિતી મળ્યાની ગણત્રીના…

gujarattak
follow google news

મોરબી : દુર્ઘટના બનતાની સાથે જ મોટા પ્રમાણમાં સ્થાનિક તંત્ર દ્વારા રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી. જો કે ઘટના અંગે માહિતી મળ્યાની ગણત્રીના સમયમાં જ પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પહોંચી ગયા હતા. તેઓએ કોઇની પણ રાહ જોયા વગર પોતે જ રાહત અને બચાવકામગીરી શરૂ કરવામાં આવી હતી.

જો કે તેઓ પોતાના સમર્થકો સાથે પહોંચી તો ગયા હતા પરંતુ તેમની પાસે સાધનો ખુબ જ ટાંચા હતા. તેઓએ તત્કાલ કલેક્ટરને પણ જાણ કરી હતી. લાઇટિંગ કરાવવા અને ટ્યુબ જેવી સાધ સાથે પહોંચવા માટે વીડિયો બનાવીને અપીલ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ પોતે અનેક લોકોને કિનારે લઇ આવતા વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

વીડિયો જોવા ક્લિક કરો

તેઓએ તંત્ર અને કલેક્ટરને તત્કાલ પહોંચવા માટે પણ અપીલ કરી હતી. ત્યાર બાદ સ્થાનિક તંત્ર અને અન્ય અધિકારીઓ પણ પહોંચી ગયા હતા. હાલ તો રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ જવાનો પણ મોટા પ્રમાણમાં અહીં રાહત બચાવમાં જોયા હતા. આ ઉપરાંત એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ બોલાવી લેવાઇ છે. હાલ મૃતદેહો શોધવા માટે લોકોને બોલાવી લેવાયા છે.

    follow whatsapp