હેતાલી શાહ.આણંદઃ આણંદ જિલ્લાના પેટલાદમાં એક મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. આ મકાન ધરાશાયી થવાનો લાઈવ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. મકાનમાં એક પરિવાર રહેતો હતો, અને મકાનની નીચે દુકાનો પણ હતી. જોકે મકાનનો એક ભાગ પડતા ઘરમાં રહેતા તમામ લોકો સમયસર ઘરની બહાર નીકળી ગયા, જેને લઈ કોઈ જાનહાની થઈ નથી. જોકે મકાન ચાલુ વિજલાઈન પર પડતા વિસ્તારનો વિજ પુરવઠો પણ લગભગ 4 કલાક સુધી ખોરવાયો હતો.એમજીવીસીએલની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી વિજલાઈનનુ સમારકામ કરી વિજપુરવઠો પુર્વત કર્યો હતો.
ADVERTISEMENT
ગુજરાતમાં ડ્રગ્સની બેફામ બોલબાલાઃ ગીતામંદિર બસ સ્ટેન્ડથી 2 કરોડનું MD ડ્રગ પકડાયું
ગેલેરીનો ભાગ પડ્યો કે તુરંત રહેવાસીઓ ઘરની બહાર નીકળ્યા અને…
થોડા સમય પહેલા જુનાગઢમા મકાન પડવાની ઘટનામા આખુ પરિવાર વિખરાઈ ગયો હતો. તે ઘટના બાદ પણ મકાન ધરાશાયી થવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. આજે આણંદ જિલ્લાના પેટલાદના ચોક્સી બજારમા આવેલ વર્ષો જુનુ એક મકાન ધરાશાયી થયુ હતું. બપોરના સમયે સૌ પ્રથમતો મકાનની ગેલેરીનો એક ભાગ ધરાશાયી થાય છે. જેને લઈ ઘરમાં રહેતો પરિવાર તુરંત ઘરની બહાર નીકળી જાય છે અને ગણતરીના સમયમાં તો આખુ ઘર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ જાય છે. જે સમયે આ ઘટના બની તે સમયનો વીડિયો ત્યાંના સ્થાનિકોએ મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો હાલ સોશ્યલ મીડિયામા વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, ઘરનો આગળનો ગેલેરીનો થોડો ભાગ પડેલો છે. અને એકાએક પત્તાના મહેલની જેમ આખુ મકાન ધરાશાયી થાય છે. જેમા મકાનનો કાટમાળ ચાલુ વીજ લાઈન પર પડતા વીજ લાઈનમા તણખા થાય છે. અને સમગ્ર વિસ્તારનો વિજ પુરવઠો ખોરવાય છે. જોકે મકાનનો થોડો ભાગ જે સમયે પડે છે તુરંત જ સ્થાનિકો દ્વારા એમજીવીસીએલ તથા ફાયર વિભાગને જાણ કરવામાં આવે છે. જેને લઈ મકાન ધરાશાયી થવાના ગણતરીના સમયમાં જ એમજીવીસીએલ સ્થળ પર પહોંચી વીજ લાઇન બંધ કરી વિજ સમારકામ યુધ્ધના ધોરણે હાથ ધરે છે અને લગભગ 4 કલાકની જહેમત બાદ વિસ્તારમાં વિજ પુરવઠો કાર્યરત થાય છે.
મહત્વનુ છે કે, આ વિસ્તારમાં ઘણા ઘરો જર્જરિત હાલતમાં છે, કેટલીય વાર પાલિકાએ જર્જરીત મકાનો ઉતારી લેવા મકાનમાલીકોને નોટિસ પાઠવી છે. છતા કોઈએ જર્જરિત મકાન ઉતાર્યું નથી. હજી તો થોડા સમય પહેલા પણ આ જ વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું હતું. આજે વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે પાલીકા તંત્ર સત્વરે આવા મકાનો ઉતારી લેવાની પ્રક્રિયા હાથ ધરે તો આવી ઘટનાઓથી બચી શકાય એમ છે.
ADVERTISEMENT