કૌશિક કાંઠેચા/કચ્છ: ગાંધીધામ તાલુકાના ભારાપરથી કંડલા માલ-સામાન લઈને જતા ટ્રકમાંથી ચોરી કરતાં ચોરોનો વિડીયો વાયરલ થયો છે, જેમાં સમાન લાદેલી ટ્રકો ઉપર ચડીને એક શખ્સ કોથળાઓ નીચે પાડે છે. માલની ભરેલી આ બોરીઓ બાઇક ઉપર લઈને બાદમાં ચોરો ફરાર થઈ જાય છે. ટ્રક ની પાછળ રહેલા અન્ય ટ્રક ચાલકે આ સંપૂર્ણ ઘટનાનો વિડિયો બનાવી લીધો હતો. જે હાલમાં સામે આવી રહ્યો છે.
ADVERTISEMENT
ટ્રકમાંથી સામાન ચોરીની ઘટનાથી ટ્રાન્સપોર્ટરો પણ પરેશાન
ઉલ્લેખનીય છે કે કચ્છના ગાંધીધામ આસપાસના વિસ્તારમાં ટ્રકમાંથી માલ સામાન ચોરીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. જેના કારણે ટ્રાન્સપોર્ટર પરેશાન છે, ક્યાંકને ક્યાંક સ્થાનિક પોલીસની નિષ્ક્રીયતા છે અથવા સ્થાનિક પોલીસનાં અમુક લોકોની સામેલગીરી હોય તો જ ચોરો આ રીતે બેખૌફ ચોરી કરી શકે. હાલ તો ટ્રાન્સપોર્ટ માલિકોની એક જ માંગ છે કે આવી ચોરીઓથી મુક્તિ ક્યારે મળશે.
ADVERTISEMENT